પાંડેસરા(Pandesara) પોલીસે જ્યુસની આડમાં દારૂ વેચતા આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ દારૂની હેરાફેરી કરવા એવો કીમિયો અપનાવ્યો હતો કે, થોડી વાર તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જ્યુસની બોટલોમાં દારૂ ભરી હેરાફેરી કરવાનો કીમિયો બુટલેગરે શોધી કાઢ્યો હતો, પરંતુ પોલીસે ઝડપી પડ્યા હતા.
મળતી માહિતી અનુસાર આરોપીઓ પાસેથી 200થી વધુ નકલી જ્યુસની બોટલો મળી આવી છે. આ ઉપરાંત પોલીસને 100 જેટલી દારૂની બોટલો પણ મળી આવી છે. હાલ આ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાંડેસરા પોલીસે જ્યારે આરોપીને પકડ્યા ત્યારે જાણવા મળ્યું કે આરોપીઓ અલગ-અલગ જગ્યાએથી જ્યુસની બોટલો ભેગી કરીને તેમાં અલગ-અલગ કલરનું પાણી ભરીને બોક્સમાં પેક કરતા હતા. તેમજ આમાંથી કેટલીક બોટલોમાં દારૂ ભરતા હતા. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.
આ ઉપરાંત પોલીસે દારૂ પીનારા 41 લોકોની ધરપકડ કરી છે અને તેમની સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધ્યા છે. સાથે જ દારૂબંધીના 85 કેસ નોંધાયા છે. જેમાં પોલીસે કુલ 23 લાખ 77 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જ્યારે પોલીસે રવિવારે જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 જુગારીઓને પકડી તેમની પાસેથી 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.