ભારતે બે સિંહ જવાન ગુમાવ્યા… ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થતા 2 પાયલટ જવાન શહીદ -‘ઓમ શાંતિ’

અરુણાચલ પ્રદેશ(Arunachal Pradesh)ના બોમડિલા(Bomdilla)માં ગુરુવારે આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ(Cheetah helicopter crash) થયું હતું. પશ્ચિમ કામેંગ જિલ્લાના એસપી બીઆર બોમરેડ્ડીએ જણાવ્યું કે, હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાઈલટ શહીદ થયા છે. લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી(Lt Col VVB Reddy) અને મેજર જયંત એ(Major Jayant A) તરીકે શહીદ થયેલા પાયલોટના મૃતદેહ ઘટના સ્થળ પરથી મળી આવ્યા છે.

ગુવાહાટીમાં સંરક્ષણ પીઆરઓ, લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, “અરુણાચલ પ્રદેશમાં બોમડિલા નજીક ઓપરેશનલ સોર્ટી ઉડાન ભરી રહેલા આર્મી એવિએશન ચિતા હેલિકોપ્ટરનો ગઈ સવારે લગભગ 09:15 વાગ્યે ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો. બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે અકસ્માતની જાણ થઈ હતી. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં એક પાયલટનું મોત થયું હતું.

તેમણે જણાવ્યું કે હેલિકોપ્ટરમાં બે પાયલટ હતા, જેમને તાત્કાલિક નજીકની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન પાયલોટનું મોત થયું હતું. અકસ્માત પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.

કહેવાય છે કે ભારતીય સેનાના ચિતા હેલિકોપ્ટરની ગણતરી હળવા હેલિકોપ્ટરમાં થાય છે. તે સિંગલ એન્જિન હેલિકોપ્ટર છે. ભારતીય સેના પાસે 200 ચિતા હેલિકોપ્ટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *