અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે- ગુજરાતની જનતા માટે કરી શકે છે મોટી જાહેરાત- જાણો શું છે કાર્યક્રમ?

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) યોજાવા જઈ રહી છે. તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણીના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે આ દરમિયાન દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,  તેઓ સુરત(Surat)માં સસ્તી વીજળીને લઇને મોટી જાહેરાત કરી શકે છે. અમે તમને જણાવી દઇએ કે, કેજરીવાલ આજે સુરતના પ્રવાસે છે. ત્યારે સુરતમાં તેઓ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. જેમાં તેઓ દિલ્હી, પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ સસ્તી વીજળીની જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

જાણો શું છે અરવિંદ કેજરીવાલના કાર્યક્રમની રૂપરેખા?
અરવિંદ કેજરીવાલ આજ રોજ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ આજે સુરતના ટાઉનહોલ ખાતે જઇને પ્રેસ કોન્ફરન્સને  સંબોધિત કરશે. જેમાં અરવિંદ કેજરીવાલ મીડિયા અને ગુજરાતની જનતા સમક્ષ સસ્તી વીજળી મુદ્દે મોટી અને મહત્વની જાહેરાત કરી શકે છે અને ત્યાર પછી તેઓ સાંજના 4:30 કલાકે દિલ્હી જવા રવાના થશે.

અરવિંદ કેજરીવાલની એક મહિનામાં બીજી વાર ગુજરાતની મુલાકાતને જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી પૂરેપૂરું જોર લગાવવામાં આવી રહ્યું છે. અમે તમને જણાવી દઇએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગઇકાલના રોજ સુરત આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર તેઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

અરવિંદ કેજરીવાલએ સુરત એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, ‘ગુજરાતમાં 27 વર્ષના ભાજપ શાસનથી પ્રજા હેરાન-પરેશાન થઈ ગઈ છે. અમે ગુજરાતની મુલાકાતે આવ્યા છીએ અને આવતીકાલે ટાઉનહોલ અને પ્રેસ કોન્ફરન્સમાં અમે ગુજરાતને શું આપવાના છીએ તેની લોકો સમક્ષ જાહેરાત કરીશું. ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો શું એજન્ડા હશે તે અંગેની માહિતી આપીશું. ગુજરાતની જનતા દ્વારા મને ખૂબ પ્રેમ આપવામાં આવ્યો છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *