અરવિંદ કેજરીવાલનો ગુજરાતની જનતાને ગુજરાતી ભાષામાં સંદેશ- જુઓ વિડીયોમાં શું કહ્યું?

ગુજરાત(Gujarat): ભારતના ચૂંટણી પંચે(ECI) ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. ચૂંટણીની તારીખની જાહેરાત બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) ગુજરાતી ભાષામાં ગુજરાતની જનતાને સંદેશ આપ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી તેનો વીડિયો ટ્વીટ કર્યો છે.

સીએમ કેજરીવાલે જીતનો દાવો કર્યો
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘ગુજરાતની જનતા આ વખતે મોટા પરિવર્તન માટે તૈયાર છે. અમે ચોક્કસપણે જીતીશું.

કેજરીવાલનો ગુજરાતીમાં સંદેશ:
અરવિંદ કેજરીવાલે વધુ એક ટ્વીટ પણ કર્યું હતું, જેમાં તેઓ ગુજરાતીમાં બોલતા જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં સીએમ કેજરીવાલે લખ્યું, ‘ગુજરાતના લોકોને મારો પ્રેમભર્યો સંદેશ…’ વિડીયોમાં ગુજરાતની જનતાને સંદેશ આપતા કહે છે કે, નમસ્કાર કેમ છો, તમે મને તમારો ભાઈ માનો છો ને, આપના પરિવારનો હિસ્સો માનો છો ને, મને આટલો પ્રેમ કરવા બદલ ખુબ ખુબ આભાર.

વધુમાં તેમણે જણાવતા કહ્યું છે કે, હું આપને વચન આપું છું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળીશ. તમને મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશ. તમારી વીજળી ફ્રી કરી દઈશ. આપના બાળકો માટે શાનદાર સ્કુલ બનાવડાવીશ. આપના પરિવારની સારવાર માટે શાનદાર હોસ્પિટલ બનાવડાવીશ. તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશ. તમને અયોધ્યા શ્રી રામચંદ્રના દર્શન કરવા લઈ જઈશ. બસ એક વાર એક મોકો આપો. જીવનભર તમારો ભાઈ બનીને રહીશ.

વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર:
ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. જયારે હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *