અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે, અમરેલી-સુરતમાં ગજવશે સભાઓ- જાણો કાર્યક્રમ

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુદ ભાજપને ટક્કર આપવા માટે આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર રહીને ચૂંટણી પ્રચારનો ભાગ બનશે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના કાર્યક્રમની રૂપરેખા:
મહત્વનું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. 20 નવેમ્બરના રોજ હાલોલ ખાતે સાંજે 4 કલાકે રોડ શોમાં ભાગ લેશે. જયારે 21 નવેમ્બરે સાંજે 5 કલાકે અમરેલીમાં રોડ શોમાં ભાગ લેશે. 22 નવેમ્બરે ખંભાળિયામાં બપોરે 2 કલાકે જાહેરસભાને સંબોધશે અને સાંજે 5 વાગ્યે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે અને રાત્રે 9 વાગ્યે સુરતમાં જાહેર સભાને સંબોધશે.

AAPએ 182 નિરીક્ષકની કરી નિમણૂક:
આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે 182 નિરીક્ષક નિમણૂક કરવામાં આવ્યા છે, તેઓ ગુજરાતનું ભવિષ્ય બદલવા અને ગુજરાતમાં સારા દિવસો લાવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા નિરંતર મહેનત કરશે. દરેક નિરીક્ષકની જવાબદારી રહેશે કે તેઓ દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત કરી દે. દરેક નિરીક્ષક તે ધ્યાન રાખશે કે આમ આદમી પાર્ટી દ્વારા જેટલી પણ યોજનાઓ અને ગેરંટી જાહેર કરવામાં આવી છે તે સામાન્ય જનતા સુધી સાચા અર્થે પહોંચે.

વધુમાં લોકોને તે જાણ થાય કે અરવિંદ કેજરીવાલ દ્વારા આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત, નિશુલ્ક પણે વિસ્વસ્તરની શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા, મહિલાઓને ₹1000 રૂપિયાની સન્માન રાશિ, 10 લાખ સરકારી નોકરીઓ, દરેક બેરોજગારને રોજગાર આપવાનો વાયદો અને જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી ₹3,000 બેરોજગારી ભથ્થુ આપવાનું, એવી ઘણી બધી જનતાને લાભ આપવા વાળી સુવિધાઓ લાગુ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *