ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) કાલે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ દાહોદમાં વિશાળ જાહેર સભાને સંબોધીત કરી હતી. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લીધો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ વડોદરામાં રાત્રી રોકાણ કર્યું હતું. બીજે દિવસે 9 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા એરપોર્ટથી નીકળી સુરત એરપોર્ટ થઇને વલસાડ પહોંચ્યા હતા.
વલસાડના ધરમપુરમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ વનરાજ કોલેજમાં વિશાળ સભાને સંબોધિત કરી હતી. સભા બાદ સુરતના કડોદરા ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભામાં ભાગ લેવા રવાના થયા અને ત્યાર બાદ સુરત એરપોર્ટ પર પહોચ્યા હતા. સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાતીઓને મફતમાં અયોધ્યા રામ મંદિરના દર્શન કરાવીશ:
અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ભગવાન શ્રી રામનું મંદિર આવતા વર્ષે તૈયાર થઈ જશે. દરેક વ્યક્તિ મંદિર જોવા જવા માંગે છે. પરંતુ મુસાફરી અને ખાવા-પીવામાં ઘણો ખર્ચ થાય છે. પરંતુ દિલ્હીમાં અમે એક યોજના શરૂ કરી છે, જેમાં અમે દિલ્હીવાસીઓને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરવા લઈ જઈએ છીએ. દિલ્હીથી સ્પેશિયલ ટ્રેન ઉપડે છે. એ ટ્રેનમાં બધા રામ ભક્ત હોય છે. આ બધા રામ ભક્તોનું આવવું, જવું, ખાવું, પીવું, રહેવાનું બધું મફત છે. તમને ઘરેથી લઈ જવાનું અને અંતે ઘર છોડવાનું પણ, દિલ્હી સરકાર આ બધી જવાબદારી ઉઠાવે છે અને તે બધું મફત છે. જ્યારે ટ્રેન દિલ્હીથી નીકળે છે, ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને છોડવા જાઉં છું અને જ્યારે ટ્રેન પાછી આવે છે, ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને લેવા જાઉં છું. લોકો મને ખૂબ આશીર્વાદ આપે છે. હું ગુજરાતની જનતાને વચન આપું છું કે, ગુજરાતમાં પણ અમારી સરકાર બન્યા બાદ ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે.
કેજરીવાલે ખેડૂતોને આપ્યું આ વચન:
વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અહીંના તમામ રસ્તાઓ ખરાબ છે, દરેક જગ્યાએ જવા માટે સમય લાગે છે. સરકાર બન્યા પછી 6 મહિનાની અંદર જેટલા પણ જરૂરી રસ્તાઓ છે એનું પહેલા સમારકામ કરવામાં આવશે અને એક-બે વર્ષમાં બીજા તમામ રસ્તાઓને સારા કરવી દઈશું. ભગવંત માનજીએ પંજાબનાં ખેડૂતો માટે એમએસપી લાગુ કરી દીધી છે. ઘઉં, ચોખા, કપાસ, નરમા અને મગની દાળ આ પાંચ પાકો પર MSP આપી દીધી છે. તેમણે આ પાંચ વસ્તુઓ પર MSP લગાવી છે અને કહ્યું છે કે જો આ પાંચ પાક માર્કેટ કરતા ઓછા ભાવે વેચાય છે, તો તમે સરકાર પાસે જજો, સરકાર તમારી પાસેથી ખરીદી લેશે. ગુજરાતના ખેડૂતો માટે પણ અમે 5 પાકોથી શરૂઆત કરીશું અને પછી એક પછી એક એમ તમામ પાક પર એમએસપી આપવાનું શરૂ કરીશું.
ઉમેરતા કહ્યું છે કે, ગુજરાતમાં પણ અમે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસના ખેડૂતો માટે આ 5 પાક પર એમએસપી આપીશું. જો એમએસપીના સમયે બજારમાં આનાથી ઓછો ભાવ હોય તો સરકાર પાસે જજો તો સરકાર તમારી પાસેથી આ પાક ખરીદી લેશે. ખેડૂતોને 12 કલાક વીજળી આપવામાં આપીશું. ઘણા વર્ષો થયા હજુ સુધી નર્મદાનું પાણી નથી પહોંચ્યું, ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા કરીશું. જો દિલ્હી અને પંજાબની અંદર પાકને નુકસાન થાય છે, તો સરકાર 1 મહિનાની અંદર તેમના ખાતામાં પ્રતિ હેક્ટર ₹ 50000 એમનાં બેંક એકાઉન્ટમાં જમા કરે છે, તે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે.
દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી છે. આજે કોઈને ગંભીર બીમારી થાય તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે રાખવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. અમીર હોય કે ગરીબ, તમામ માટે સારવાર મફત છે, બધી દવાઓ મફત છે, તમામ ટેસ્ટ મફત છે, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત છે. અમે દિલ્હીમાં 2 કરોડ લોકોની તમામ સારવાર મફત કરી છે અને હવે અમે પંજાબમાં પણ કરવા જઈ રહ્યા છીએ. પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવ્યા છે અને વધુ ખોલવામાં આવશે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દરેક નાના ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. આ રીતે ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.