ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election)ને લઈને દરેક રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર માટે પૂરી તૈયારીઓમાં લાગી ગયા છે. એક પછી એક મોટા નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી(AAP)ની એન્ટ્રીથી ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. દિલ્હીના સીએમ અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે ફરી એક વાર ગુજરાત આવશે. 26 જૂને કેજરીવાલ ગુજરાત આવશે અને ટાઉન હોલ કાર્યક્રમમાં હાજરી આપશે. વીજળીના મુદ્દે અમદાવાદ(Ahmedabad)માં કાર્યક્રમ યોજાનાર છે. નોંધનીય છે કે, ગુજરાત પહેલા શિક્ષણના મુદ્દે સવાલો ઉઠાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટી વીજળીના મુદ્દાને લઈને મેદાનમાં ઉતરશે.
24 જૂન સુધી મહાજનસંપર્ક સાધવામાં આવશે:
ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આગામી 15 જુને વીજળી ફ્રી મળવી જોઈએ તેના માટે જિલ્લાના મુખ્યમથકો પર આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ મીડિયા બ્રિફિગ કરવામાં આવશે. તારીખ 16 જૂનથી 24 જૂન સુધી મહા જનસંપર્ક હાથ ધરવામાં આવશે. જેમાં પદયાત્રા, રેલી કરીને વીજળીનો મુદ્દો આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવશે. 24 કલાક રાજ્યના લોકોને ફ્રી વીજળી મળવી જોઈએ. ભાજપ દ્વારા આ આંદોલનમાં જે જુલમ કરવામાં આવશે તે અમે સહન કરવા તૈયાર છીએ અને લોકોને પણ આહવાન છે કે તમે પણ અમારી સાથે આ વીજળીના મુદ્દાને લઈને જોડાઓ.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી વીજળી સસ્તી કરો આંદોલન કરશે શરૂ:
અત્રે ઉલ્લેખનીય છે કે, હવે આમ આદમી પાર્ટી દ્વારા વીજળી સસ્તી કરો આંદોલન શરૂ કરવામાં આવશે. ગોપાલ ઈટાલિયાએ જણાવતા કહ્યું હતું કે, લોકો સુધી, ઘર-ઘર સુધી પહોંચીને વીજળીની સમસ્યા અંગેના પ્રશ્નો પુછીશું અને તેના માટે ફોર્મ ભરવામાં આવશે. ગુજરાતની જનતાને વીજળીનો અધિકાર અપાવવા અમારા દ્વારા આંદોલન કરવામાં આવશે.
વીજળી કંપનીઓ અને ભ્રષ્ટ ભાજપના મિલિભગતથી જનતાને મોંઘી વીજળી આપવામાં આવી રહી છે તેની સામે આંદોલન કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે તમામને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે પાર્ટી સરકાર બનાવી શકશે. બીજી યાદીમાં પણ બીજા લોકોનો સમાવેશ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.