ભાવનગરની ધરતી પર અરવિંદ કેજરીવાલનો હુંકાર- કહ્યું, ‘મહારાજા કૃષ્ણ કુમારજીને ભારત રત્ન આપવામાં આવે’

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગઈકાલે ભાવનગર(Bhavnagar)માં વિશાળ જાહેર સભા ગજવી હતી અને આજે મહેસાણા જિલ્લાના ઉંઝા શહેરમાં બીજી જાહેર સભાને સંબોધશે. આ બાદ સાંજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ડીસામાં પણ જનસભા ગજવશે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ ભારત માતા કી જય સાથે ભાવનગરની જાહેર સભામાં હજારો લોકોને સંબોધતા કહ્યું કે, સૌ પ્રથમ હું મહારાજા કૃષ્ણ કુમારજીને વંદન કરું છું. તેઓ એક અદ્ભુત દેશભક્ત હતા. જ્યારે 1947માં દેશ આઝાદ થયો ત્યારે સરદાર પટેલજી સમગ્ર ભારતનાં રાજાઓ પાસે ગયા હતા કે ભારતમાં જોડાઈ જાઓ. ત્યારે સૌથી પહેલાં પોતાનાં રજવાડાને ભારતમાં જોડવાવાળા મહારાજા કૃષ્ણ કુમારજી હતા.

કૃષ્ણ કુમારજીને ભારત રત્ન આપવામાં આવે: અરવિંદ કેજરીવાલ
વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, આ સભા દ્વારા હું કેન્દ્ર સરકારને આપણા સૌ વતી વિનંતી કરવા માંગુ છું કે આ દેશના સૌથી મહાન દેશભક્ત મહારાજા કૃષ્ણ કુમારજીને આઝાદીના 75 વર્ષમાં ભારત રત્ન આપવામાં આવે, તેનાથી ભારત રત્નનું સન્માન વધશે. અમે જ્યારે પણ ગુજરાતમાં આવીએ છીએ ત્યારે અમને જનતાનો ભરપૂર પ્રેમ મળે છે.

હું તમને આપેલા દરેક વચનને પૂર્ણ કરીશ: અરવિંદ કેજરીવાલ
આગળ જણાવતા કહ્યું હતું કે, હું જનતાને વચન આપું છું કે હું તમારો ભરોસો ખાલી નહીં થવા દઉં, હું તમને આપેલા દરેક વચનને પૂર્ણ કરીશ, આ મારી ગેરંટી છે. સમગ્ર ગુજરાત આ સમયે પરિવર્તન ઈચ્છે છે. દેવીની કૃપા થઈ રહી છે, ભગવાનનું ઝાડું ચાલી રહ્યું છે. 27 વર્ષથી લોકો થાકી ગયા છે, હવે દરેકને પરિવર્તન જોઈએ છે. હું તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છું.

ગુજરાતમાં આપની 150 સીટો આવવી જોઈએ: અરવિંદ કેજરીવાલ
IBનો રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સીને ગુજરાતમાં મોકલીને સર્વે કરાવ્યો હતો. તે સરકારી એજન્સી છે. અને IBએ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને આપ્યો છે કે, ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. IBનો રિપોર્ટ કહી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે. આમ આદમી પાર્ટી જીતી રહી છે પણ બે-ત્રણ સીટો પરથી જીતી રહી છે, પરંતુ બે-ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટી 40-50 સીટોથી જીતવી જોઈએ. ગુજરાતમાં આ વખતે 150 સીટો આવવી જોઈએ જેથી દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તુટી જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *