ત્રિરંગા યાત્રામાં અરવિંદ કેજરીવાલના પ્રહાર- કહ્યું મારી વિરુદ્ધ બેનર લગાવવા વાળા ‘કંસની ઓલાદ છે’

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ દાહોદમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન તિરંગા યાત્રામાં ભાગ લેવા વડોદરા પહોંચ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા વડોદરામાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘આપ’ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલઅને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પણ જોડાયા હતા.

વડોદરામાં તિરંગા યાત્રા દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો હતો. ગુજરાત પરિવર્તન માટે આમ આદમી પાર્ટીને ચાહે છે તે દર્શાવવા, આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે હજારોની ભીડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વડોદરાના ઘણા બધા સ્થાનિક લોકો પણ ભારે વરસાદમાં તિરંગાયાત્રામાં જોડાયા હતા. ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી, આ સંદેશ સાથે હજારો લોકોએ આમ આદમી પાર્ટીની ત્રિરંગા યાત્રાને વડોદરામાં સફળ બનાવી હતી.

જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકોએ ભગવાનને પણ છોડ્યા નથી: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રામાં હજારોની ભીડને સંબોધતા જણાવ્યું હતું કે, આજનાં દિવસે જ્યારે મારું ગુજરાતમાં આવવાનું નક્કી થયું તો ભાજપવાળાએ મારી વિરુદ્ધ દરેક જગ્યાએ પોસ્ટર લગાવી દીધા. તે મારી વિરુદ્ધ ગમે તે કરે, મને તેની સાથે કોઈ જ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર ઉપર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકો મારી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેઓએ ભગવાનને પણ છોડ્યા નથી અને અપશબ્દો લખીને ભગવાનનું અપમાન કર્યું છે. હું એક ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા મારા પર છે. બધી જ આસુરી અને રાક્ષસી શક્તિઓ મારી સામે વિરુદ્ધ એકઠી થઈ ગઈ છે.

કેજરીવાલએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ બધા કંસની ઓલાદ છે. આ બધા લોકો ભગવાનનું અપમાન કરે છે, ભક્તોનું અપમાન કરે છે, બધી જગ્યાએ ગુંડાગર્દી કરે છે, લફંગાઇ કરે છે, મારપીટ કરે છે, હું તેમને કહેવા માંગુ છું કે, મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે. જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે આપણે સૌ ભેગા મળીને ભગવાનનું આ કાર્ય પૂરું કરીશું. ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે,જનતા પરિવર્તન ઈચ્છે છે અને તેના કારણે આ લોકો બધી બાજુથી બોખલાઈ ગયા છે. હું તેમને કહેવા માંગુ છું કે, તમે કેજરીવાલને નફરત કરી લો, પરંતું જો ભગવાન વિરુદ્ધ આવા અપશબ્દો લખશો તો જનતા તેને સહન કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *