થોડા સમય પહેલા જ સિક્કિમ (Sikkim)માં બનેલી દુર્ઘટનામાં 16 જવાનો શહીદ થયા હતા. જેમાં હરિયાણા (Haryana)ના ચરખી દાદરી(Charkhi Dadri) જિલ્લાના ઝોઝુ કલાન ગામના રહેવાસી આર્મી જવાન(army man) અરવિંદ સાંગવાન પણ શહીદ(Martyr) થયા હતા. ત્યારે શહીદ થયેલા અરવિંદની શહાદતના 10 દિવસની અંદર જ તેમના ઘરમાં નવજાત બાળકના જન્મથી કિલકારીઓ ગુંજી ઉઠી છે. જાણવા મળ્યું છે કે, શહીદ અરવિનની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે માતા અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, શહીદ અરવિંદની પત્ની પિંકીએ શનિવારે પુત્રને જન્મ આપ્યો હતો. કહેવાય છે કે શહીદની પત્ની પિંકીને ઝોઝુ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર નવજાતનું વજન ત્રણ કિલોગ્રામ છે.
આ અંગે શહીદના પિતા રાજેન્દ્ર સાંગવાને કહ્યું છે કે, અમારો પ્રયાસ રહેશે કે અરવિંદના બંને પુત્રો દેશની સેવા કરવા સેનામાં જોડાય. આ સાથે જ રાજ્યકક્ષાના મંત્રી અનૂપ ધાનક પણ શહીદના ઘરે પહોંચ્યા હતા અને અરવિંદની શહાદત પર સંવેદના વ્યક્ત કરી હતી અને પરિવારમાં પુત્રનો જન્મ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યમંત્રી અનુપ ધાનકે કહ્યું કે દેશ હંમેશા અરવિંદની શહાદતનો ઋણી રહેશે. ઉલ્લેખનીય છે કે, શહીદ અરવિંદ સાંગવાનની પત્ની પિંકી પણ હરિયાણા પોલીસમાં કાર્યરત છે. પિંકી દાદરીના મહિલા પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. અરવિંદ અને પિંકીને પહેલેથી જ એક પુત્ર હતો. ત્યારે અરવિંદના આઠ વર્ષના પુત્ર ધ્રુવ સાંગવાને તેના શહીદ પિતાને મુખાગ્ની આપી હતી.
ઉલ્લેખનીય છે કે, 23 ડિસેમ્બરે સિક્કિમના ગેમા વિસ્તારમાં સેનાનું એક વાહન ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં ઝોઝુ કલાન ગામના અરવિંદ સાંગવાન સહિત સેનાના 16 જવાનો શહીદ થયા હતા. 25 ડિસેમ્બરે શહીદ અરવિંદના સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.