શાહરુખ ખાન (Shahrukh Khan) ના દીકરા આર્યન ખાન (Aryan Khan) ની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. હાલમાં તે આર્થર રોડ જેલમાં છે. જામીન અરજી ફગાવી દીધા બાદમાં આર્યનના વકીલ સતીશ માનસિંદે હવે સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરશે. આ દરમિયાન એક વાત જાણવા મળી છે કે, આર્યન અતથા અરબાઝ મર્ચન્ટે NCBની પૂછપરછમાં ડ્રગ્સ લેતા હોવાની વાત સ્વીકારી છે.
આર્યન જણાવે છે કે, ‘હા, હું ચોક્કસપણે ચરસ લેતો હતો.’ આર્યને કોર્ટમાં પંચનામામાં કહ્યું છે કે, તપાસ દરમિયાન અરબાઝના બૂટમાંથી ડ્રગ્સનું પાઉચ મળી આવ્યું હતું. અરબાઝ પાસેથી 6 ગ્રામ ચરસ પણ મળી આવ્યું હતું. આમ, આ ખુલાસો એક ખુબ ચોંકાવનાર છે.
ફિલ્મ-પ્રોડ્યુસર ઈમ્તિયાઝ ખત્રીના ઘરે NCBની રેડ:
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી મામલે હાલમાં પણ NCBની કાર્યવાહી શરુ જ છે. શનિવારે NCBએ ફિલ્મ-પ્રોડ્યુસર ઈમ્તિયાઝ ખત્રીના બાંદ્રામાં આવેલ ઘર તથા ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઈમ્તિયાઝનું નામ અચિત કુમારની પૂછપરછ વખતે સામે આવ્યું છે. ગુરુવારે અચિતની ધરપકડ કરવામાં આવી હતી. ઈમ્તિયાઝનું નામ સુશાંતના મોત સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં પણ સામે આવ્યું હતું.
ઈમ્તિયાઝ ખત્રી કોણ છે?
ઈમ્તિયાઝ પ્રોડ્યુસરની સાથે જ બિલ્ડર પણ છે. જેના નામની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. વર્ષ 2017માં VVIP યુનિવર્સલ એન્ટરટેઈનમેન્ટ નામની એક કંપની બનાવી હતી. તે બોલિવૂડમાં નવા કલાકારોને ચાન્સ આપે છે. મુંબઈમાં ઈમ્તિયાઝની પોતાની એક ક્રિકેટ ટીમ પણ છે તેમજ બોલિવૂડ ફિલ્મોમાં રૂપિયા ઈન્વેસ્ટ કરે છે.
આર્યનના જામીન માટે સોમવારે વકીલ નવી સ્ટ્રેટેજી બનાવશે:
આર્યનના વકીલ સતીશ માનસિંદે જણાવે છે કે, સૌપ્રથમ હું કિલ્લા કોર્ટના આદેશની કોપી જોઇશ તેમજ બાદમાં સોમવારે નક્કી કરીશ કે, શું કરવાનું છે. સતીશે શુક્રવારે કોર્ટમાં દલીલ કરી હતી કે, આર્યનનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. જે બોલિવૂડમાંથી છે તેમજ આમંત્રણ મળવા પર ક્રૂઝ પર પહોંચ્યો હતો.
સતીશે જણાવ્યું હતું કે, આર્યનનો પરિવાર મુંબઈમાં રહે છે. તેની પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે તેમજ એવું પણ નથી કે, તે ભાગી જશે. પુરાવા સાથે છેડછાડ કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, જેથી આર્યનને જામીન આપવા જોઈએ તો બીજી બાજુ NCBએ વિરોધ કરતા કહ્યું હતું કે, આ કેસમાં જામીન પર સુનાવણી સેશન કોર્ટમાં થવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.