ધોરણ 9નો વિદ્યાર્થી શાળા છૂટ્યા બાદ અચાનક જ સ્કૂલના દરવાજા પાસે ઢળી પડતા નીપજ્યું મોત- ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો પરિવાર

ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar)ના સાયલા(Sayla)માં સોમવારે મોડેલ સ્કૂલ(Model School)માં ધોરણ 9 નો વિદ્યાર્થી મિત લક્ષ્મણભાઈ ચૌહાણ નામનો વિધાર્થી શાળા છૂટતા ખાનગી વાહનમાં બેસવા જવા પહેલા જ અચાનક જ શાળાના દરવાજા આગળ ઢળી પડ્યો હતો.

આસપાસ રહેલા વિધાર્થીઓ બુમાબુમ કરતા આચાર્ય, શિક્ષકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બેભાન વિદ્યાર્થીને ખાનગી વાહનમાં સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં તેમનું મોત થયું હતું. મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

સાયલાના સતવારા પરામાં રહેતા મિત લક્ષ્મણભાઈ ચૌહાણ સોમવારના રોજ સાંજે શાળા છૂટ્યા બાદ ખાનગી વાહનમાં બેસવા માટે જતો હતો. દરમિયાન વિધાર્થી શાળાના દરવાજા પાસે અચાનક પડી ગયો હતો. બેભાન વિદ્યાર્થી મિતને જોઇને વિદ્યાર્થીઓ બુમાબુમ કરવા લાગ્યા હતા. આચાર્ય રાજુભાઈ પરમાર સહિતના શિક્ષકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મીતને સાયલા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ મિતનું મોત નીપજ્યું હતું.

આ ઘટના અંગે સાયલા પોલીસને જાણ કરવામાં આવતા મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો અને વધુ પોસ્ટ મોર્ટમ બાદ મિતના મોતનું સાચુ કારણ જાણી શકાશે. હાલમાં પરિવારજનોને જાણ થતા સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *