indian wins gold medal in mens hockey team: ભારતીય પુરુષ હોકી ટીમે એશિયનમાં ઈતિહાસ રચ્યો છે. ફાઇનલમાં જાપાનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સના ઈતિહાસમાં ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય પુરૂષ હોકી ટીમે પ્રથમ વખત 1958માં એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો.
ભારતે ફાઈનલ મેચમાં જાપાનને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે ભારતે પેરિસ ઓલિમ્પિક 2024 માટેનો ક્વોટા પણ કન્ફર્મ કરી લીધો છે. ભારતીય ટીમે શરૂઆતથી જ સારું પ્રદર્શન કર્યું અને જાપાનની ટીમ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને અંતે જીત મેળવી. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સ 2023ના 13મા દિવસ સુધી કુલ 95 મેડલ જીત્યા છે.
Hangzhou Asian Games: Indian Hockey team beat Japan 5-1 to win gold medal and qualify for Paris Olympics 2024 pic.twitter.com/av5WZ4bB8E
— ANI (@ANI) October 6, 2023
જાપાન સામે ભારતની શાનદાર જીતે ભારતીય લોકોમાં ઉત્સાહ ભરી દીધો છે. આ જીત બાદ ભારતીય હોકી ટીમને સોશિયલ મીડિયા પર ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે.
चक दे इंडिया 🇮🇳#AsianGames23 में शानदार प्रदर्शन कर स्वर्ण पदक जीतने पर #IndianHockey की पूरी टीम को हार्दिक बधाई।
हॉकी में यह जबरदस्त जीत हर भारतीय के लिए बेहद ही ख़ुशी का पल है। सभी खिलाड़ियों को भविष्य के लिए शुभकामनाएं। pic.twitter.com/NWohIOK2PN
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 6, 2023
આરોગ્ય મંત્રીએ હોકી ટીમને પાઠવ્યા અભિનંદન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય હોકી ટીમને ફાઇનલમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વિટર પર લખ્યું, “#IndianHockey ની સમગ્ર ટીમને ચક દે ઈન્ડિયા #AsianGames23 માં શાનદાર પ્રદર્શન કરવા અને ગોલ્ડ મેડલ જીતવા બદલ હાર્દિક અભિનંદન. હોકીમાં આ જબરદસ્ત જીત દરેક ભારતીય માટે ખૂબ જ ખુશીની ક્ષણ છે. ભવિષ્ય માટે તમામ ખેલાડીઓને શુભકામનાઓ.”
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube