સુરત(ગુજરાત): સુરત(Surat) હવે ક્રાઈમ સીટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ફરીવાર શહેરના ગોડાદરા(Godadra)ના કૈલાશનગર(Kailashnagar)માં ઇલેક્ટ્રિકના દુકાનદારને જાહેરમાં ફટકારી ચપ્પુના ઘા મારી હત્યા કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ પોલીસ ડ્રાઈવ(Police drive)માં કોઈ પણ વાહન ચાલક પાસે કોઈપણ પ્રકારના હથિયાર ન મળી આવ્યા બાદ વેપારીની હત્યાને લઈ પોલીસ કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આ અંગે પીઆઇ ઝાલાએ કહ્યું હતું કે, ઇલેક્ટ્રિકની દુકાનમાં ખાવાનું તેલ લેવા આવેલા ઈસમ સાથે માથાકૂટ થયા બાદ વેપારીની હત્યા કરવામાં આવી છે. હાલ લૂંટને લઈ તપાસ ચાલી રહી છે. ઘટના બાદ હત્યાના આરોપી CCTV કેમેરામાં કેદ થયા છે.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના સોમવારે રાત્રે બની હતી. દેવરામ ભરતભાઈ ચૌધરી કૈલાશ નગર દેવ નારાયણ કોમ્પ્લેક્સમાં ભાગીદારીમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતો હતો. સોમવારે એક ગ્રાહકે દેવરામ પાસે દુકાનમાં ખાવાનું તેલ માંગવા પર વિવાદ ઊભો થયો હતો. ખબર નથી પડતી ઇલેક્ટ્રિકની દુકાને તેલ માંગે છે તેમ કહી બદલ દેવરામભાઈએ તેને ઠપકો આપ્યો હતો.
અજાણ્યા શખ્સો દ્વારા ફોન કરીને મિત્રોને બોલાવ્યા બાદ દેવરામને દુકાનની બહાર ફેંકીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. પછી ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. દેવરામભાઈના મોતના સમાચાર સાંભળીને હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ આ અંગે તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.