પ્રોફેસરે ઉતાર્યો મહિલાનો અશ્લીલ વિડીયો અને પછી…

અસમની ડિબ્રુગઢ યુનિવર્સિટીના એક સહાયક પ્રોફેસરને અશ્લીલ વીડિયો બનાવવા અને ઇન્ટરનેટ પર પોસ્ટ કરવાના આરોપસર શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ડિબ્રુગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીજીત ટી એ પીટીઆઈને જણાવ્યું હતું કે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા નોંધાયેલ એફઆઈઆરના આધારે ગણિતના સહાયક પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે. એફઆઈઆરમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સહાયક પ્રોફેસરએ એક પોર્ન વેબસાઇટ પર વીડિયો અપલોડ કર્યો હતો.

તેમણે કહ્યું, “ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં એક સહાયક પ્રોફેસર જેવો દેખાતો એક વ્યક્તિ એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે. અમે ગુરુવારે સાંજે તેના ઘરે દરોડો પાડ્યો હતો અને તેનો લેપટોપ કબજે કર્યું હતું.”

એસપીએ કહ્યું, “પૂછપરછમાં સહાયક પ્રોફેસરએ પોતાનો ગુનો કબૂલ્યો. તેણે તે વીડિયો ત્રણ વર્ષ પહેલા મહિલા સાથે ગુવાહાટીની એક હોટલમાં બનાવ્યો હતો.” તેમણે કહ્યું કે, રેકોર્ડિંગમાં વપરાયેલ કેમેરા પણ કબજે કરવામાં આવ્યો છે.

એસપીના જણાવ્યા અનુસાર સહાયક પ્રોફેસરએ દાવો કર્યો છે કે વીડિયોમાં જોવા મળેલી મહિલા યુનિવર્સિટીની વિદ્યાર્થીની નહોતી. એસપીએ વધુમાં જણાવ્યું હતું કે મદદનીશ પ્રોફેસર સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *