Atal bridge Ahmedabad ticket price: અમદાવાદની શાન સમા અટલ બ્રીજની લોકાર્પણ વિધિ બાદ અમદાવાદીઓ અટલ બ્રિજ જોવા ઉમટી પડ્યા હતા અને સેલ્ફી લઈને ધક્કો વસૂલ કર્યો હતો. પરંતુ હવે અમદાવાદ રિવરફ્રન્ટ અંતર્ગત બનેલા આ બ્રિજ માટે મુલાકાત હોય ચાર્જ આપવો પડશે.
મળતી જાણકારી અનુસાર આવતીકાલથી અટલબ્રિજની મુલાકાતે આવનાર ત્રણ વર્ષથી નાના તમામ લોકો સિવાયનાએ અલગ અલગ ચાર્જ ચૂકવવો પડશે. ત્રણ થી 12 વર્ષ ના બાળકોએ અને 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે પ્રવેશ ફી 15 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે 12 થી 60 વર્ષના નાગરિકો માટે એક કલાકના 30 રૂપિયા વસૂલવામાં આવશે.
અટલ બ્રીજની સાથે બનેલા ફ્લાવર પાકની મુલાકાત માટે આ દર નક્કી કરવામાં આવ્યા છે. બંને સ્થળની મુલાકાત લેવા માંગતા લોકો માટે ૨૦ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ફરી આવો ને આ બ્રિજ પર પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં.
અન્ય નિયમોની જાણકારી મેળવીએ તો વિકલાંગ માટે આ બ્રિજ પર નિશુલ્ક રહેશે, જ્યારે 18 બ્રિજ પર સમય મર્યાદા 30 મિનિટની રહેશે. આ બ્રિજની મુલાકાત સવારે 9:00 થી રાત્રે 9 કલાક સુધી જાહેર જનતા લઈ શકશે. અટલ બ્રિજ પરની આ ટિકિટ 31 ઓગસ્ટ થી લાગુ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સાબરમતી નદી ઉપર એલિસબ્રિજ તથા સરદારબ્રિજની વચ્ચે રુ. 74 કરોડના ખર્ચે અટલ બ્રિજ તૈયાર કરાયો છે. 2600 મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત બનાવી વુડન ફ્લોરીંગ, ગ્રેનાઈટ ફ્લોરીંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ ફુડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલઈડી લાઈટીંગ છે. જો કે આ વિશેષતાની તમને ખબર છે, પરંતુ હવે મહત્વનું છે કે અટલ બ્રિજ બનાવ્યો છે તો જાળવણી કરવી પણ આપણે સૌ નાગરિકોની ફરજ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.