એક પિતાને બળાત્કાર કરવા બદલ અને ત્યારબાદ તેની 18 વર્ષની પુત્રીની હત્યા કરવા બદલ પોલીસે આજીવન કેદની સજા ફટકારી છે. બે વર્ષ પહેલા પિતાએ હોટલમાં પુત્રી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલો અમેરિકાના મિસૌરીનો છે.
અમેરિકાના મીડિયા રિપોર્ટ અનુસાર,જેરી બોસ્બી નામના પિતાને હત્યા, જાતીય હિંસા અને નજીકના સબંધી સાથે બંધન સહિતના આરોપમાં સજા ફટકારવામાં આવી છે.
એક શિક્ષકે ડેજસા બોસ્બી નામની યુવતીને ખૂબ જ ઝડપી ગણાવી હતી. તપાસ કરનારાઓએ વીડિયોના આધારે પિતાની ધરપકડ કરી હતી. આ ગુનાની ખાતરી ડીએનએ પુરાવા દ્વારા પણ કરવામાં આવી હતી.
યુવતીના સંબંધીએ જણાવ્યું કે,અમને શરૂઆતથી જ શંકાસ્પદ હતું. કંઈક બરાબર ન હતું તેમણે કહ્યું કે પરંતુ શું થઈ રહ્યું છે તે જાણવું ખુબ જ મુશ્કેલ હતું. યુવતીના પોતાના પિતાએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો, છોકરી લાચાર થઈ ગઈ હતી.
પરિવારે એમ પણ કહ્યું હતું કે,પુત્રી તેના પિતાને નશાથી મુક્તિ અપાવવાની કોશિશ કરી રહી હતી. તે પોતે કોલેજની ડીગ્રી માટેની તૈયારી કરી રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.