ગુજરાતમાં અવાર-નવાર અંગત અદાવતમાં હુમલા કરવામાં આવતા રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. અત્રે ઉલેખનીય છે કે, સુરતમાં માત્ર બે જ દિવસમાં આ 5 ઘટના બનવા પામી છે. નહીવત બાબતોમાં પણ ચપ્પુ કે ધારદાર વસ્તુથી હુમલો કરવામાં આવતો હોય છે.
દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરત શહેરના ડભોલી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટર પર આજે અજાણ્યાએ ચપ્પુથી હુમલો કર્યો હતો. રૂપિયાની માંગણી કરી કરાયેલા હુમલામાં ચપ્પુનો ઘા ગળા પર માર્યો હતો. જેના કારણે ગળું કપાતા હાલત ગંભીર છે.
ડોક્ટર અજય મોરડિયા (ઉ.વ.30) કતારગામ વિસ્તારમાં આવેલ ડભોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને ડભોલી વિસ્તારમાં ક્લિનિક પણ ચલાવે છે. આજે ડોક્ટર પાસે અજાણ્યાએ રૂપિયાની માંગણી કરી ચપ્પુ ગળે મૂકી દીધું હતું.
ત્યારબાદ ગળા પર ચપ્પુનો એક ઘા મારી દીધો હતો. જેથી ડોક્ટરનું ગળું કપાતા જમીન પર ઢળી પડ્યો હતો. રાહદારીએ 108ને જાણ કરતા સાયણ લોકેશનનની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ગંભીર હાલતમાં ડોક્ટરને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle