દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)ના ઘર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Deputy CM Manish Sisodia)એ આરોપ લગાવતા કહ્યું છે કે, “ભાજપ (BJP)ના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલના ઘરની તોડફોડ કરી”. એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે, ભાજપ પોલીસ તેમને રોકવાને બદલે તેમને દરવાજે લાવી હતી.
ભાજપ કેજરીવાલને મારવા માંગે છે- સિસોદિયા:
મનીષ સિસોદિયાએ કહ્યું, ભાજપ અરવિંદ કેજરીવાલને મારવા માંગે છે. અરવિંદ કેજરીવાલ પર એક સુવિચારીત ષડયંત્ર હેઠળ હુમલો કરવામાં આવ્યો છે અને તેઓ ચૂંટણીમાં હરાવી શક્યા નથી તેથી હવે તેઓ તેને આ રીતે ખતમ કરવા માંગે છે.
તેજસ્વી સૂર્યાએ કહ્યું- કેજરીવાલ માફી માગો:
બીજેપી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ કહ્યું, કેજરીવાલે દેશના હિંદુઓનું અપમાન કરવા બદલ માફી માંગવી પડશે અને જ્યાં સુધી તે માફી નહીં માંગે, ત્યાં સુધી યુવા મોરચા તેમને છોડશે નહીં. દેશના હિંદુઓનું અપમાન કરનારા કેજરીવાલને આજે આપણને અસામાજિક તત્વો લાગીએ છીએ અને કાશ્મીરી હિંદુઓની હત્યા કરનારા આતંકવાદીઓ પ્રિય લાગે છે.
70 કાર્યકરો કસ્ટડીમાં:
પોલીસના જણાવ્યા અનુસાર, ભાજપ યુવા મોરચાના લગભગ 150-200 કાર્યકરોએ સવારે 11:30 વાગ્યે સીએમ આવાસની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ અંગે વિધાનસભામાં કેજરીવાલના નિવેદન સામે આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લગભગ 1 વાગ્યાની આસપાસ કેટલાક પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને સીએમ આવાસની બહાર પહોંચ્યા હતા. તેઓએ દરવાજા પર કલર ફેંક્યો અને અહીં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 70 લોકોને કસ્ટડીમાં લીધા હતા. અને તેઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
AAPએ BJP પર આરોપ લગાવ્યો:
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, BJP નેતાઓ અને કાર્યકરોએ CM અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો અને તોડફોડ કરી. વાસ્તવમાં આજે ભાજપના કાર્યકરો અરવિંદ કેજરીવાલનો વિરોધ કરી રહ્યા હતા. ભાજપનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલે કાશ્મીરી પંડિતોના નરસંહારની મજાક ઉડાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.