અભણ આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ગુંડાઓએ આમ આદમી પાર્ટી સુરત શહેર કાર્યાલય ઉપર આવીને સુરત શહેર પ્રભારી શ્રી રામભાઈ ધડૂક ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ બનેલા ગોપાલ ઈટાલીયાએ ફેસબુકના માધ્યમથી રામ ધડુકના ઈજાગ્રસ્ત થયેલા ફોરો મુકીને આક્ષેપ કરાયો છે કે, અભણ આરોગ્યમંત્રીની નિશ્ફળતા અંગે ફેસબુક ઉપર પોસ્ટ લખવાના કારણે મંત્રીએ ગુંડાઓ મોકલીને જીવલેણ હુમલો કરાવ્યો. આમ આદમીનો વધતું લોકસમર્થન જોઈને ભાજપ અને આરોગ્યમંત્રી કુમાર કાનાણી ઔકાત ઉપર આવી ગયા.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કુમાર કાનાણી ના ગાયબ થયાના પોસ્ટર વિવાદમાં રામ ધડુક સાથે ભાજપના કાર્યકરોની ચકમકનો વિડીયો વાઈરલ રહ્યો હતો જેમાં ભાજપના કાર્યકરો બેફામ ગાળો બોલી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news