સુરતમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં દુકાનદારની આંખમાં મરચું નાખીને લુંટનો પ્રયાસ- જુઓ CCTV વિડીયો

સુરત(Surat): શહેરમાં લુંટના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર આજે સુરતના લિંબાયત વિસ્તાર(Surat limbayat area)માં ધોળા દિવસે લુંટનો પ્રયાસ(Attempted robbery) થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. શહેરના લિબાયત્ત વિસ્તારમાં આવેલ મીઠી ખાડી એ.બી જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે લુંટ કરવાનો પ્રયાસ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, અજાણ્યો શખ્સ એ .બી જ્વેલર્સ દુકાનદારના મોઢા પર મરચાનો ભૂકો નાખીને લુંટ કરીને ભાગ્યો હતો પરંતુ લુટેરુને લાગ્યું કે, તે પકડાઈ જશે તેવી બીકને મારે તેણે લુંટેલી વસ્તુઓને રસ્તા વચ્ચે જ છોડીને નાસી છુટ્યો હતો. અંતે અજાણ્યો શખ્સ આ લુંટ કરવામાં નિષ્ફળ નીવડ્યો હતો.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધારે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીની શોધખોળ શરુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લુંટને અંજામ આપવામાં અજાણ્યો શખ્સ સદંતરપણે નિષ્ફળ નીવડ્યો હતો.

મહત્વનું છે કે, સુરત શહેરમાં ગુનાખારોના બનાવો દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. સુરત શહેરમાં લુંટ, દુષ્કર્મ, હુમલો કે પછી હત્યાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા (law and order situation)ની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *