આવતીકાલે એટલે કે, 28 માર્ચનાં રોજ હોળીનો તહેવાર તરીકે તમામ લોકો ઉજવણી કરશે. હિન્દુ ધર્મમાં આ તહેવારની ખુબ જ ઉત્સાહ તેમજ ઉમંગ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક કથાઓ પ્રમાણે હિરણ્યકશ્યપની બહેન હોલિકા અગ્નિમાં સળગે નહી તેવુ તેને વરદાન મળ્યું હતું.
પોતાના અભિમાની ભાઇના કહેવાથી હોલિકાએ પ્રહલાદને ખોળામાં બેસાડ્યો પણ ભગવાન વિષ્ણુજીની અસીમ કૃપાથી તેમનો પરમભક્ત ઉગરી ગયો તેમજ હોલિકા બળીને ખાખ થઇ ગઇ હતી. આ રીતે હોળીનો તહેવાર બુરાઇ પર અચ્છાઇની જીત ગણાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે હોલિકા દહન દરમિયાન કેટલાક કાર્ય કરવું એને અશુભ માનવામાં આવે છે. આવું કરવાને વર્જિત ગણવામાં આવે છે. જેથી આપણે પણ ખાસ ધ્યાન રાખવું. આવા વર્જિત કાર્યો કરવાથી લક્ષ્મીજી ખુબ નારાજ થાય છે.
શું કામ ન કરવું જોઈએ ?
આ દિવસે ભૂલથી પણ કોઇને ઉધાર આપવું ન જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તેમજ સંપૂર્ણ વર્ષ દરમિયાન તમારે આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલાં રહેવુ પડે છે. આજનાં દિવસે સ્ત્રીઓ પોતાના દીકરા માટે ઉપવાસ રાખી શકે છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
આની સાથે-સાથે જ પુત્ર દિર્ઘાયુષી થાય છે. હોળીના દિવસે માતાનું અપમાન કરવાથી જીવનમાં દરિદ્રતા આવે છે. આજનાં દિવસે માતાને ભેટ આપવી જોઈએ. આમ કરશો તો શ્રી કૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત થશે તેમજ આર્થિક સમસ્યા પણ દૂર થઈ જશે.
શું ન ખાવું જોઈએ?
આજના દિવસે પરિવારની સાથે લાડુ અથવા તો લાપસી ખાવી જોઇએ. દહનની અગ્નિમાં આહુતી આપતાં હોઈએ ત્યારે પ્રસાદ ધરાવવો જોઇએ. આજનાં દિવસે સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ચોખાનું સેવન કરવું વર્જીત માનવામાં આવે છે. આની સાથે જ કાળા ચણાનું સેવન કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને ચણાનું દાન કરવાથી સમૃદ્ધિ મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.