જેની તમામ દેશવાસીઓ ઉત્કંઠા અને આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે અયોધ્યા કેસનો ચૂકાદો નવેમ્બરના મધ્યમાં આવે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ 18 ઓક્ટોબર સુધીમાં તમામ દલીલો પૂર્ણ થઇ જશે તેવી આશા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટીસની અધ્યક્ષતાવાળી બંધારણીય ખંડપીઠમાં હાલ એ બાબત પર મંથન ચાલી રહ્યું છે કે સુનાવણીમાં કેટલો સમય લાગશે. જો કે રંજન ગોગોઇએ જણાવ્યું કે એક મહિનામાં તમામ પક્ષોએ તેમની દલીલો પૂર્ણ કરવાના પ્રયાસો કરવા પડશે.
ચીફ જસ્ટીસની આગેવાનીમાં મળેલી પાંચ જજોની બેંચે બુધવારે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમ્યાન તેમને મધ્યસ્થતા પેનલ તરફથી ચીઠ્ઠી મળી હતી. જેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કેટલાક પક્ષો હજુ પણ મધ્યસ્થતા કરવા ઈચ્છે છે. જો આવું હોય તો તેના પર આગળ વધી શકાય.
The five-judge Constitution bench, headed by Chief Justice of India Ranjan Gogoi, also said, “simultaneously the mediation process can go along with the hearing, which is going on in SC, and if an amicable settlement is reached through by it, the same can be filed before the SC” https://t.co/55bPIJkt1t
— ANI (@ANI) September 18, 2019
જો કે સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે આ મામલામાં રોજની સુનાવણી બંધ નહીં થાય. સુનાવણી આજ રીતે ચાલતી રહેશે. સાથે જ અદાલતે વિશ્વાસ પણ અપાવ્યો હતો કે, મધ્યસ્થતાની પ્રક્રિયા તમામ રીતે ગોપનીય રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ 18 ઓક્ટોબર સુધીમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરે કારણ કે બાદમાં ચાર અઠવાડિયા સુધી લીધેલા નિર્ણયને લેખિતમાં રજૂ કરવાનો હોય છે.
Ayodhya land dispute case: Chief Justice of India Ranjan Gogoi says, “as per the estimate of tentative dates to finish the hearing in the case, we can say that the submissions have to be likely completed by October 18.” pic.twitter.com/cj40Tb979r
— ANI (@ANI) September 18, 2019
જણાવી દઈએ કે 6 ઓગસ્ટથી અયોધ્યા કેસની સુનાવણી કાયમી થશે. જો કે આ પહેલા સુપ્રીમ કોર્ટ તરફથી આ કેસની મધ્યસ્થતા કરવાની તક આપવામાં આવી હતી અને પેનલની રચના કરવામાં આવી હતી. આ પેનલમાં સુપ્રીમ કોર્ટના જજ એફએમ કલીફુલ્લા, વરિષ્ઠ વકિલ શ્રીરામ પંચૂ અને અધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરનું નામ હતું. પેનલે આ વિવાદને સમાપ્ત કરવા માટે 155 દિવસો સુધી વાતચીત કરીને સમાધાન નીકાળવાની પણ કોશિષ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.