બાળકને સાચવવા આયા રાખતા લોકો માટે અમદાવાદની લાલબત્તી સમાન ઘટના- 11 મહિનાની બાળકીને વેચવા કાઢી…

અમદાવાદ(ગુજરાત): મોંઘવારીના આ યુગમાં એવા ઘણા માતાપિતા છે જે બંને કામ કરે છે. આવામાં, તે બાળકોને આયા પાસે છોડી દેવાની ફરજ પડે છે. માતાપિતા તેમના બાળકની સંભાળ રાખવા માટે વિશ્વસનીય નર્સ રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અમદાવાદમાં એક કિસ્સો એવો સામે આવ્યો છે જેમાં વાલીઓની આંખો ખોલવા જઈ રહી છે. અમદાવાદના ચાંદખેડામાં એક પતિ -પત્ની દંપતી રહે છે, બંને IT નિષ્ણાત છે. અમદાવાદથી આ દંપતી બાળક માટે આયા જોઈતી હતી. મુંબઈની એક એનજીઓ મારફતે અમદાવાદમાં રહેતી એક મહિલાનો રેફરન્સ મળ્યો હતો. મહિલાની તપાસ કર્યા બાદ દંપતીએ તેને રાખી હતી. અહીંથી 11 મહિનાની બાળકીને વેચવાનું કાવતરું શરૂ થાય છે.

11 મહિનાની તેમની પુત્રીની સંભાળ રાખવા માટે દંપતીએ 18,000 રૂપિયાના પગાર પર બિંદુ શર્મા નામની એક આયાને રાખી હતી. પરંતુ તેણે આ તમામ કાવતરું ઘડ્યું હતું. પોલીસને મળેલી ફરિયાદ અનુસાર, બાળકીની માતાને આ અંગે ત્યારે ખબર પડી જ્યારે તેને પશ્ચિમ બંગાળ પોલીસનો ફોન આવ્યો અને મહિલાની તમામ માહિતી માંગવામાં આવી હતી. પોલીસે બાળકીની માતાને પૂછ્યું કે શું તમારું બાળક ઘરમાં છે કે ચોરી થઈ ગયું છે? હકીકતમાં, પશ્ચિમ બંગાળ પોલીસે આયા મહિલા અને તેના પતિ સાથે બાળકીનો ફોટો માનવ તસ્કરને મોકલ્યો હતો. આ માનવ તસ્કરી કરનારની ધરપકડ સાથે આ મહિલા બાળકીને લઈને તેને વેચવા જતી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ કોલ બાદ યુવતીની માતા દ્વારા આયાને પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેણે બધા આરોપોને નકાર્યા હતા અને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના કારણે આયા પર માતાની શંકા વધી ગઈ હતી. તેણે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને મહિલા અને તેના પતિની ધરપકડ કરી હતી. ચાંદખેડા પોલીસ હાલમાં આયા બિંદુ શર્મા અને તેના પતિ અમિત શર્મા તેમજ મહારાષ્ટ્રના પ્રશાંત કાંબલે સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *