‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા-Taarak Mehta Ka Ooltah Chashmah’ લોકોની ખુજ લોકપ્રિય સિરિયલ છે. તારક મહેતામાં બાવરીનો રોલ પહેલા મોનિકા ભદોરિયા (Monika Bhadoriya) પ્લે કરી રહી હતી. 2019 થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બાવરી જોવા મળી નથી. મોનિકાએ 2019માં આ શો છોડી દીધો હતો. હવે શોમાં બઘાને નવી બાવરી મળશે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બવરીનો રોલ નવીના વાડેકર પ્લે કરી રહી છે. નવી બવરીની એન્ટ્રી શોમાં થઇ ચુકી છે. અસિત મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “મારા દર્શકો મારા બોસ છે. હું બવરીના રોલમાં એક ફ્રેશ અને ઇનોસન્ટ ચહેરો લેવા માગતો હતો.” અમને આ રોલમાં જેવી યુવતી જોઈતી હતી તેવી અમને મળી ગઈ છે. નવીનાએ શોને કમિટેડ રહેવાનું વચન આપ્યું છે.
વધુ વાત કરતા અસિત મોદીએ જણાવ્યું કે, અમરો શો ચાહકોને ખુબજ પ્રિય છે અને અમારી ફરજ છે કે તેમની ઇચ્છાઓ પૂરી કરવી જોઈએ. મને વિશ્વાસ છે કે ચાહકોને બાવરીના રોલમાં નવીના પસંદ આવશે. આ પાત્ર માટે અમે ઘણા બધા ઓડીશન લીધા છે અને ત્યાર બાદ નવીનાને પસંદ કરી છે. વધુ માં કહ્યું કે, હું’ ચાહકોને વિનંતી કરીશ કે તેઓ નવી બાવરીને પણ પોતાનો પ્રેમ આપે.’
નવીના વાડેકર વિષે વાત કર્યે તો તે મૂળ મહારાષ્ટ્રના થાનેની છે. મુંબઈની કે.જે. સોમૈયા કોલેજમાંથી માસ મીડિયામાં બેચરલ કર્યું છે. તે ટેલેન્ડ મેનેજમેન્ટ એજન્સી તથા પ્રોડક્શન હાઉસમાં કામ કરતી હતી. તેણે ડાન્સિંગ તથા એક્ટિંગ વર્કશોપ પણ કરી હતી. તેને બાલાજી ટેલિફિલ્મ્સમાં એપિસોડિક રોલ કરવાની પણ તક મળી હતી.
આ શોની શરૂવાત 2008 માં થઇ હતી. આ સિરિયલને 14 વર્ષ કરતાં વધુ સમય થયો છે. લોકો આ શોને ખુબજ પસંદ કરી રહ્યા છે. આ શોના 3600થી વધુ એપિસોડ આવી ચૂક્યા છે. મરાઠીમાં આ સિરિયલ ‘ગોકુલધામચી દુનિયાદારી’ તથા તેલુગુમાં ‘તારક મામા અય્યો રામા’ પણ આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.