બજરંગદળના કાર્યકર્તાઓએ ‘વેલેન્ટાઈન ડે’ ના દિવસે ગાર્ડનમાં ઇલુઇલુ કરતા પ્રેમીપંખીડાંને ઉભા રોડે દોડાવ્યા- જુઓ વિડીયો

વેલેન્ટાઈન ડે (Valentine’s Day): કાલે 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે હતો. વેલેન્ટાઈન ડે ને પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજરંગદળના કાર્યકર્તાઓએ વેલેન્ટાઈન ડેનો વિરોધ કર્યો છે. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન જે ગાંધીનગર (Gandhinagar) માં આવેલું છે. બજરંગદળના કાર્યકરો હાથમાં ડંડા લઈને સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પહોંચ્યા હતા અને ત્યાર બાદ પ્રેમી યુગલોને ભગાડ્યા હતા. બજરંગદળના કાર્યકરોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.

વેલેન્ટાઈન ડેના વિરોધ માટે બજરંગ દળ જાણીતું છે. બજરંગ દળ દર વર્ષે આવી રીતે વિરોધ કરતું રહે છે. ત્યારે આ પણ બજરંગદળના કાર્યકરો હાથમાં દંડા લઈને વિરોધ માટે પહોંચ્યા હતા. કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવી પ્રેમી યુગલોને ભગાડ્યા હતા. બજરંગદળના કાર્યકરોથી કેટલાક લોકો ડરી ગયા હતા. ગાર્ડનમાંથી લોકો ભાગ્યા હતા. અને ત્યારે બજરંગ દળના કાર્યકરો હાથમાં દંડો લઈને પાછળ દોડ્યા હતા.

બજરંગદળના કાર્યકરો હાથમાં દંડો લઈને સમગ્ર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ફરી ચુક્યા હતા. કેટલાક પ્રેમી યુગલો એક સાથે મોટી સંખ્યામાં દંડા સાથે પહોંચેલા બજરંગદળના કાર્યકરોને જોઇને ગાર્ડન માંથી ભાગી ગયા હતા. પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવાની સલાહો બજરંગદળના કાર્યકરોએ આપી હતી. વેલેન્ટાઈન ડેનો વિરોધ કરી બજરંગદળના કાર્યકરો પ્રેમી યુગલોને ભગાડયા હતા.

બજરંગદળના કાર્યકરો વેલેન્ટાઈન ડે ને પશ્ચિમી દેશનો તહેવાર મને છે અને તેથીજ એનો વિરોધ કરે છે. કાર્યકરો વેલેન્ટાઈન ડે ની ઉજવણી ન કરવાની ચેતવણી આપે છે. બજરંગદળના કાર્યકરો દર વર્ષે અલગ-અલગ ગાર્ડનમાં આવી રીતે વિરોધ કરવા પહોંચી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *