આગામી તા.૨૯/૬/૨૦૨૩ના રોજ મુસ્લિમ ધર્મના તહેવાર ‘બકરી ઇદ’ (Bakri Eid) ની ઉજવણી દરમિયાન ગુજરાતના અલગ અલગ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ ઉદ્દેશથી ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા આદેશ મુજબ રાજ્યના રેંજ, કમિશ્નરેટ વિસ્તારોમાં કેટલાક પ્રતિબંધો મુકવાના આદેશો જાહેર થયા છે.
જે અનુસાર કોઈપણ વ્યક્તિએ બકરી ઇદ (Bakri Eid) નિમિત્તે કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરી શકશે નહી તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા કે સરઘસમાં જાહેરમાં લઈ જવા કે ફેરવવા પર તેમજ તહેવારની ઉજવણી બાદ કુરબાની પછી જાનવરના માંસ, હાડકા કે અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધો મૂકવાનો આદેશ જાહેર કરાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.
‘સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ’ યોજના હેઠળ બાગાયતી નર્સરી સ્થાપવા સહાય મેળવવાની તક
સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયત ખાતાની ‘સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજના’ ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં અમલમાં આવી છે, જેમાં ખેડૂતો નર્સરી ઉભી કરવા સહાય મેળવી શકે છે.
ખેડૂતોએ ઓછામાં ઓછા ૨૦૦ ચો.મીટર અને વધુમાં વધુ ૫૦૦ ચો.મીટર વિસ્તારમાં અને નર્સરીનું સ્ટ્રક્ચર એમ્પેનલ કંપની મારફતે બનાવવાની રહેશે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ ikhedut.gujarat.gov.in (આઈ-ખેડૂત પોર્ટલ) ઉપર તા.૧૯/૦૭/૨૦૨૩ સુધીમાં ઈ-ગ્રામ સેન્ટર, ખાનગી સાયબર કાફે અથવા સુરતની બાગાયત કચેરીમાં સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન ૭/૧૨, ૮-અ, આધારકાર્ડ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઈ જઈને સમયસર ઓનલાઈન અરજી કરવી.
અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો દિન-૭ મા નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલબંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ-સુરત ખાતે અચૂક જમા કરાવવી. જરૂરી કાગળો વિનાની તેમજ સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવાશે નહીં. વધુ જાણકારી માટે ઉપરોક્ત કચેરીમાં રૂબરૂ અથવા ફોન નં: ૦૨૬૧-૨૬૫૫૯૪૮ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, સુરતની યાદીમાં જણાવાયું છે.