છત્તીસગઢના બાલોદમાં કોંગ્રેસના નેતા દ્વારા કોંગ્રેસના જ નેતાને થાંભલા સાથે બાંધી માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બુધવારની છે, સમગ્ર ઘટના બાદ હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં બાલોદના કોંગ્રેસના નેતા અને જિલ્લા સદસ્ય રાજેશ શાહુ અને તેના સમર્થકો કોંગ્રેસના નેતા છક્કન શાહુને થાંભલા સાથે બાંધીને મારપીટ કરી રહ્યા છે. અહિયાં વાત જૂની દુશ્મનીની છે. પોસ્કો એક્ટ હેઠળ સગીર પર બળાત્કાર ગુજારવાના કેસમાં કોંગ્રેસના જિલ્લા સદસ્ય રાજેશ શાહુ સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં છક્કન શાહુ સાક્ષી હતા.
View this post on Instagram
આ કેસમાં જામીનમાંથી બહાર આવ્યા બાદ રાજેશ બુધવારે તેના સમર્થકો અને પરિવારની મહિલાઓ સાથે છકકનની દુકાન પર પહોચ્યા હતા અને ત્યારબાદ દુકાનમાંથી છકકનને બહાર કાઢ્યા બાદ પહેલા રસ્તા પર દોડાવી-દોડાવીને માર માર્યો હતો.
આ પછી તેને તેની દુકાનની આગળ બાંધીને માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં બચાવમાં આવેલા છક્કનની પત્ની અને બાળકોને પણ માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના જિલ્લા સદસ્ય રાજેશ સાહુ અને 9 લોકો પર તોફાનોનો ગુનો દાખલ કરાયો છે. હવે કોંગ્રેસના નેતાએ કોંગ્રેસ નેતાને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપે કોંગ્રેસની છત્તીસગઢની સરકાર ઉપર હાહાકાર મચાવ્યો છે.
પૂર્વ પ્રધાન અજય ચંદ્રકરે પોતાની એક ટ્વીટમાં લખ્યું છે. કોંગ્રેસ શાસિત છત્તીસગઢમાં કોંગ્રેસનું વર્ચસ્વ સૌથી વધુ ટોચ પર છે. લાચાર લોકો કોંગ્રેસના આત્મગૌરવની ગર્વની વાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.