પિતાને થઇ ગયો દીકરાના ટીચર સાથે પ્રેમ, બંને કોઈને ખબર ન પડે તેમ હોટલમાં કરવા ગયા… -જાણો પછી શું થયું?

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી તેવું લોકો કહે છે. પ્રેમમાં સૌ કોઈ પાગલ બની જાય છે. પ્રેમ આંધળો હોય છે. ત્યારે આવો જ એક મજેદાર કિસ્સો ઈંદોરથી સામે આવ્યો છે. જેમાં 50 વર્ષીય ડોક્ટર પિતાને 35 વર્ષની ટીચર સાથે પ્રેમ થઇ ગયો હતો.

દીકરાની શિક્ષિકા ડોકટરના દીકરાને ભણાવવા માટે તેમના ઘરે આવતી હતી. વારંવાર ઘરે વિધાર્થીને ભણાવવા માટે આવતી હતી અને તેમની બંનેની નજર એક બીજા સાથે મળી અને બંને એક બીજાના પ્રેમમાં ઊંડા ઉતરી ગયા. પ્રેમમાં અંધ બનેલા બંને વ્યક્તિઓનો પ્રેમ એટલી હદ સુધી વધી ગયો કે બંને લગ્ન કરવા માટે એક હોટલમાં પહોચી ગયા હતા.

આ સમગ્ર ઘટના અંગેની જાણ ડોક્ટરની પત્નીને થઇ ગઈ અને તેની પત્ની પોતાના 3 બાળકો અને પરિવારના સભ્યો સાથે હોટલમાં પહોચી ગઈ હતી. પત્ની અને તેમના પરિવારના સભ્યો લગ્ન સ્થળ પર પહોચીને ભારે હોબાળો કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગેની સ્થિતિ વધુ ન વણસે એટલા માટે આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

ડોક્ટરને કુલ ત્રણ બાળકો છે. જેમાં સૌથી મોટી છોકરીના તો લગ્ન પણ થઇ ચુક્યા છે તેમ છતાં પણ બાપને હજુ પણ લગ્નનું ભૂત ચડ્યું છે. પિતાનો સૌથી મોટો દીકરો 12 ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેને ભણાવવા માટે ટીચર તેમના ઘરે આવતા હતા. આ સમયે ડોક્ટર અને ટીચર વચ્ચે પ્રેમ થઇ ગયો હતો અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી.

આ સમગ્ર ઘટના અંગે પરિવારને ખબર પડી જતા પરિવાર લગ્ન સ્થળ પર પહોંચી હંગામો કર્યો હતો અને બંને વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *