ગુજરાતનું શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં! મોડાસાની આદર્શ શાળાની હાલત અત્યંત દયનીય- બાળકોના માથે ભમી રહ્યું છે મોત

ગુજરાત(Gujarat): અરવલ્લી(Aravalli) જિલ્લાના મોડાસા(Modasa) તાલુકામાં આવેલી બામણવાડ(Bamanwad) પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે તેમ છતાં પ્રશાસન દ્વારા નોન યુઝ કરવામાં નહીં આવતા માથે ભમી રહેલા જોખમ…

ગુજરાત(Gujarat): અરવલ્લી(Aravalli) જિલ્લાના મોડાસા(Modasa) તાલુકામાં આવેલી બામણવાડ(Bamanwad) પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે તેમ છતાં પ્રશાસન દ્વારા નોન યુઝ કરવામાં નહીં આવતા માથે ભમી રહેલા જોખમ વચ્ચે બાળકો શાળામાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.

જો વાત કરવામાં આવે તો મોડાસા તાલુકાની બામણવાડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના 125 બાળકો ભયના ઓથાર નીચે અભ્યાસ કરવા માટે મજબુર બન્યા છે. મહત્વનું છે કે, 1948માં બનેલી આ શાળાને આદર્શ શાળામાં પણ સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ શાળાની બિલ્ડિંગ એટલી હદે જર્જરિત થઇ ચૂકી છે કે ગમે ત્યારે નીચે બેઠેલા બાળકો ઉપર છતના પોપડા પડી શકે છે તે હાલતમાં છે.

ઉલ્લેખનીય છે કે, આખી શાળા જર્જરિત બની ચુકી છે. શાળાના બારી-બારણા સહિત મકાનના ટેકા માટે મૂકવામાં આવેલા આરસીસી થાંભલાઓમાં પણ મોટી તિરાડો અને ગાબડાં જોવા મળી રહ્યા છે. દીવાલોમાં મોટી-મોટી તિરાડો પડી જવાને કારણે તેમાંથી કીડી, મંકોડા વર્ગ ખંડમાં આવતા હોવાને કારણે માટી દ્વારા તિરાડો પુરવામાં આવી છે. ત્યારે આ જર્જરિત શાળામાં આવી હાલતમાં જીવના જોખમે બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

બામણવાડ ખાતે રહેલા ભરતભાઈ પંચાલના જણાવ્યા મુજબ, 75 વર્ષ જૂની આ શાળામાં વર્ષ 2001માં સરકાર દ્વારા આપવામાં આવેલ 50 હજારના અનુદાનમાંથી સમારકામનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યાર પછી શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નહીં આવવાના કારણે હાલ આ શાળા સંપૂર્ણ જર્જરિત બની ગઈ છે, એક વર્ષ પહેલા ગ્રામજનો દ્વારા આ શાળાને નોન યુઝ કરવા માટે તંત્રમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા નોન યુઝ જાહેર કરવામાં નહિ આવવાને કારણે આ ઝુલતા જોખમ વચ્ચે બાળકો ભણવા મજબૂર બન્યા છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, આ જર્જરિત અને પોપડા પડે તેવી હાલતમાં રહેલી શાળા સૌ ભણે સૌ આગળ વધે તેવા સૂત્રને લઇ ચાલતા સર્વ શિક્ષા અભિયાન સામે અનેક પ્રકારના સવાલો પેદા કરી રહ્યું છે, શું આવી રીતે ભણશે ગુજરાત? આ વર્ષે શાળાઓને આદર્શ શાળાઓ બનાવવા પાછળ કરોડો ખર્ચ કરવામાં આવ્યા બાદ પણ શાળની આ અવદશા આદર્શ શાળાના અભિગમ સામે પણ અનેક સવાલો પેદા કરી રહ્યું છે.

પેદા થઇ રહ્યા છે અનેક સળગતા સવાલ:
હજુ પણ બામનવાડ પ્રાથમિક શાળાને રિપેર કેમ નથી કરવામાં આવતી? કોના પાપે બાળકોના જીવ જોખમમાં મુકવામાં આવી રહ્યા છે? શાળાને નોનયુઝ કેમ જાહેર કરવામાં નથી આવતી? શિક્ષણ વિભાગને શું આ જર્જરિત શાળા દેખાતી નથી? શું શાળામાં કોઈ અઘટીત ઘટના ઘટશે પછી જ શાળા રિપેર થશે? શું શિક્ષણ વિભાગ કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઇને બેઠું છે? શું કોઈ અઘટીત ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે? બાળકોના જીવ સાથે શા માટે રમત રમવામાં આવે છે? જો આદર્શ શાળા છે તો આવી સ્થિતિ માટે જવાબદાર કોણ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *