૧ જુલાઈથી પ્લાસ્ટીક પર સંપૂર્ણ પ્રતિબંધ- સુરતમાં કરોડોના વેપારને થશે સીધી અસર

દેશમાં વધતા જતા પ્રદુષણ (Pollution)ને ધ્યાનમાં રાખી સરકાર(Government) દ્વારા અનેક વાર પ્લાસ્ટિક(Plastic) પર પ્રતિબંધ(Ban) મુકવામાં આવ્યા છે. પરંતુ કોઈ ચોક્કસ પ્રભાવ પડતો નથી. ત્યારે હવે ફરી વાર સુરતમાં 1 જુલાઈથી પ્લાસ્કીટની વસ્તુ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. જેના કારણે તમામ રેસ્ટોરન્ટ(Restaurant), ખાણીપીણીની વસ્તુ પાર્સલ આપનારા લોકો પર સીધી અસર પડશે. બીજી તરફ પ્લાસ્ટીકની વસ્તુ બંધ થતા પાર્સલ માટે અન્ય વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે તેની કિંમતમાં 1 જુલાઇથી વધારો થઇ શકે છે. પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકાતા કારોબાર પર પણ મોટી અસર જોવા મળશે.

આ અંગે સુરત મહાનગર પાલિકા તરફથી રેસ્ટોરન્ટ અને છૂટક વેપારીઓને સુચના અપાઇ છે કે, 1 જુલાઇથી કોઇએ પ્લાસ્ટીકની વસ્તુનો ઉપયોગ કરવો નહિં. જો કોઇ ઉપયોગ કરશે તો 1 હજાર સુધીનો દંડ કરવામાં આવશે. સુરતના વિવિધ વિસ્તારોમાં સિંગ્લ યૂઝ પ્લાસ્ટીકની વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ વર્ષે 50 કરોડથી વધુનો વેપાર કરે છે. આ નિર્ણય બાદ આ તમામ કંપનીઓને ભારે નુકસાન થઈ શકે છે. પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકાતા વેપારીઓ અને ખાણીપીણીની વસ્તુઓ વેચનારાઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ વસ્તુ મોંઘી થઈ:
પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકાતા દરેકને સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેમજ પ્લાસ્ટીકથી બનતી તમામ વસ્તીઓ મોંઘી થઇ ગઇ છે. વેપારીઓના જણાવ્યા મુજબ જે પ્લાસ્ટીકની ચમચી 1.20 મળતી હતી હવે તેનો ભાવ 3 થઇ ગયો છે. બીજી બાજુમાં પ્લાસ્ટીકની 3 રૂપિયામાં મળતી પ્લેટનો ભાવ હવે 6 થઇ ગયો છે. આવી જ રીતે ચા ના કપ, પ્લેટ, થાળીસહિતની વસ્તુઓના ભાવ વધશે. 15માં વેચાતો સ્ટ્રોનો પેકેટનો ભાવ 30 થઇ ગયો છે. આવી મોંઘવારીમાં ફરી ભાવ વધતા સામાન્ય જનતા પણ ચિંતામાં મુકાઇ છે.

શું પ્રતિબંધ છે :
પ્લાસ્ટિક સ્ટિક ઈયર બડ્સ, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિક ફ્લેગ્સ, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ સ્ટિક, થર્મોકોલ
પ્લાસ્ટિક પ્લેટ, કપ, ગ્લાસ, કટલરી, ફોર્ક્સ, સ્પૂન, કેન્ફે, સ્ટ્રો, ટ્રે, ફિલ્મ રેપિંગ અથવા સ્વીટ બોક્સ પેકિંગ, આમંત્રણ કાર્ડ, સિગારેટ પેકેટ્સ, 100 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક અથવા પીવીસી બેનરો, સ્ટિરર

શું ઉપયોગ થઇ શકશે: કાગળ અને બાયોડિગ્રેડેબલ પ્લેટ તથા બાયોપેપર ડીશ અને કપનો ઉપયોગ થઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *