Mass suicide in Banaskantha: સુરતમાં સોલકી પરિવારે થોડા દિવસ પહેલા જ સામૂહિક આપઘાત કરી લીધો હતો. ત્યારે રાજ્યમાંથી આજે ફરીથી સામૂહિક આપઘાતનો(Mass suicide in Banaskantha) કિસ્સો સામે આવી રહ્યો છે. દાંતીવાડા ડેમમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કર્યી છે. સ્થાનિક લોકોએ ચારે લોકોને ડેમમાથી બહાર કાઢી દીધા હતા. સ્થાનિક પોલીસે ઘટના સ્થળની મુલાકાતે આવીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તમામ મૃતદેહોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં છે.
પરિણીતાએ બે સંતાનો અને સાસુ સાથે ડેમમાં ઝંપલાવ્યું
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામમાં રહેતા નયનાબા નારણસિંગ ચૌહાણે તેમની 8 વર્ષીય પુત્રી સપનાબા, પાંચ વર્ષીય પુત્ર વિરમસિંગ અને સાસુ કનુબા ગેનસિંહ ચૌહાણ સાથે મળી દાંતીવાડા ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધી હતી. એક જ પરિવારના ચાર લોકોએ સામૂહિક આપઘાત કરી લેતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મૃતકના પતિ અને સસરા સામે ફરિયાદ
આ પરિવાર પાલનપુરના નાની ભટામલ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આપઘાત પછી આ લોકોએ કોઈના ત્રાસથી આપઘાત કરી લીધો હોય તેવી ચર્ચાઓ પણ થઇ રહી હતી. જોકે. મૃતક પરણીતાના ભાઈએ બનેવી અને બહેનનાં સસરા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પતિ અને સસરાના ઘર કંકાસમાં પત્ની, દીકરો, દીકરી અને સાસુએ આપઘાત કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
306નો ગુનો દાખલ
પોલીસએ મૃતક પરણીતાના ભાઈ પ્રવીણસિંહ ઠાકોરની ફરિયાદને આધારે પતિ નારણસીંગ ગેનસીંગ ચૌહાણ અને સસરા ગેનસીંગ સ્વરૂપસીંગ ચૌહાણ સામે 306નો ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ [પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ લોકોના પરિવારના લોકો અને પાડોશીઓના નિવેદન લેવાની ગતિવિધી પણ હાથ ધરી છે. આ સમાચાર પછી આ લોકોના પરિવારમાં પણ શોકનો માહોલ છે.
આપઘાતમાં બે બાળકોનો સમાવેશ
આ ચાર લોકોમાં બે બાળકો પણ છે જ્યારે સાસુ અને વહુ છે. હાલ આ અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આ લોકો પાસેથી કોઇ અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube