Bangladesh Bus Accident: હજી તો ચોમાસાની શરુઆત થયી છે ત્યાં તો અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. તેમાં હાલ એક અકસ્માતની ઘટના સામે આવી છે.બાંગ્લાદેશના ઝાલાકાઠી ઉપજિલ્લાના છત્રકાંડા વિસ્તારમાં(Bangladesh Bus Accident) શનિવારે એક બસ તળાવમાં પડતાં ત્રણ બાળકો સહિત 17 લોકોનાં મોત થયાં હતાં અને 35 લોકો ઘાયલ થયાં છે.
“બશર સ્મૃતિ પરીબાહન” ની બરીશાલ જતી બસ તેની 52 ની ક્ષમતા સામે 60 થી વધુ મુસાફરોને લઈને પીરોજપુરના ભંડારિયાથી સવારે 9:00 વાગ્યે નીકળી હતી અને લગભગ 10:00 વાગ્યે બરીશાલ-ખુલના હાઈવે પર છત્રકાંડા નજીક તળાવમાં પડી જવાના સામચાર સામે આવ્યા છે.
આ અકસ્માતમાં બચી ગયેલા મોહમ્મદ મોમિને કેહવું એવું છે કે, “હું ભંડારિયાથી બસમાં ચડ્યો હતો. બસ મુસાફરોથી ખુબ ભરેલી હતી. તેમાંથી કેટલાક તો ઉભા હતા. મેં ડ્રાઈવરને સુપરવાઈઝર સાથે વાત કરતા જોયો.તેમાં અચાનક બસ રોડ પરથી સ્લીપ થઇ ગઇ અને તળાવમાં ખાબકતાં અકસ્માત થયો.”
બસમાં પ્રવાસ કરનાર મોમિને કહ્યું, “બધા મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા. ભીડને કારણે બસ તરત જ ડૂબી ગઈ હતી. હું કોઈ રીતે બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.”
બરીસાલ ડિવિઝનલ કમિશનર એમડી શૌકત અલીએ પુષ્ટિ કરી કે તમામ 17 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને બાકીના ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે મોટાભાગના પીડિતો પીરોજપુર અને ઝાલકઠીના રાજાપુર વિસ્તારના ભંડારિયા ઉપજિલ્લાના રહેવાસી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube