હવામાન વિભાગે કરી હીટવેવની મોટી આગાહી: ગુજરાતીઓ કાળજાળ ગરમીમાં શેકાવા થઇ જાવ તૈયાર, જાણો કેટલા ડીગ્રી રહેશે તાપમાન

Heatwave in Gujarat: ગુજરાતના ભુજમાં તાપમાનનો પારો 41.6 ડિગ્રી, રાજકોટમાં 41.1 ડિગ્રી, અમદાવાદમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે…

Heatwave in Gujarat: ગુજરાતના ભુજમાં તાપમાનનો પારો 41.6 ડિગ્રી, રાજકોટમાં 41.1 ડિગ્રી, અમદાવાદમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ કેન્દ્રનું મહત્તમ તાપમાન મેદાનોમાં ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયાકાંઠાના વિસ્તારોમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને પર્વતીય વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ(Heatwave in Gujarat) સુધી પહોંચે છે ત્યારે હીટ વેવ થાય છે.:

સૌરાષ્ટ્રમાં ગરમીનુ મોજૂ ફરી વળ્યું
ગુજરાતમાં ગરમી દિવસે ને દિવસે વધી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે.ત્યારે આજે 28મી માર્ચે ગુજરાતના મુખ્ય સાત શહેરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી ગયો છે. સૌરાષ્ટ્રમાં ગરમીનુ મોજૂ ફરી વળ્યું હોય તે રીતે અમરેલી અને સુરેન્દ્રનગરમાં તો ગરમીનો પારો 41.6 ડીગ્રીએ પહોચી ગયો છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોના તાપમાન પર નજર કરીએ તો, રાજકોટમાં 41 ડીગ્રી, ભાવનગરમાં 38.6 ડીગ્રી, પોરબંદરમાં 33.3 ડીગ્રી, વેરાવળમાં 30.1 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં 37 ડિગ્રી તાપમાન
ગુજરાતના રાજકોટમાં 41.1 ડિગ્રી, અકોલામાં 41.5 ડિગ્રી અને વાશિમમાં 41.4 ડિગ્રી જેટલું ઉચ્ચ તાપમાન નોંધાયું હતું. IMDના અધિકારીઓ અનુસાર આ રાજ્યોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રી વધુ રહ્યું હતું પરંતુ તે હીટવેવની સ્થિતિ કહી શકાય તેવા માપદંડ સુધી પહોંચ્યું ન હતું. જ્યારે મેદાનના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયાકાંઠાના વિસ્તારોમાં 37 ડિગ્રી તેમજ પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સુધી પહોંચે ત્યારે હીટવેવની સ્થિતિ કહેવામાં આવે છે.

ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોંચ્યો
અમદાવાદ શહેરમાં આજે નોંધાયેલ 41.1 ડીગ્રી તાપમાન સામાન્ય કરતા 2.8 ડીગ્રી વધુ છે. એટલે કે અમદાવાદમાં 38 ડીગ્રીની આસપાસ તાપમાન નોંધાવવું જોઈએ તેના બદલે 41.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના પાટનગર કે જે સૌથી હરિયાળુ શહેર છે તે ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોચી ગયો છે. ગાંધીનગરમાં સામાન્ય તાપમાન કરતા 2.7 ડીગ્રી વધુ તાપમાન નોંધાયું છે. વડોદરા શહેરમાં સામાન્ય તાપમાન કરતા 1.7 ડીગ્રી વધુ એટલે કે 40.4 ડીગ્રી ગરમી નોંધાઈ છે.

નલિયામાં 33 ડીગ્રી તાપમાન નોંધાયું
ઉતર ગુજરાતના ડિસા શહેરમાં સામાન્ય કરતા 2.5 ડીગ્રી વધુ એટલે કે 40.3 ડીગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છના મુખ્ય શહેર ભૂજ ખાતે 39.9 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં 33 ડીગ્રી તાપમાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય શહેર સુરતમાં 36.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે.