લખનઉ(Lucknow)ને અડીને આવેલા ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના બારાબંકી(Barabanki) જિલ્લામાં આવેલ દેવા પોલીસ સ્ટેશન(Deva police station) વિસ્તારના બાબુરીયા(Baburia) ગામ નજીક આઉટર રીંગ રોડ પર એક ઝડપી ગતિએ આવતી ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં 13 લોકોના મોત(13 people killed in the accident)ની પુષ્ટિ થઈ છે, જ્યારે 25-30 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ દિલ્હીથી બહરાઈચ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત(Road Accident) થયો હતો.
અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક અને બસ ઉડાવી દેવામાં આવી હતી. ઘાયલોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ છે. તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલોને સારવાર માટે લખનઉ ટ્રોમા સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે.
ગાયને બચાવવા જતા સર્જાયો ગંભીર અકસ્માત:
મળતી માહિતી મુજબ, આઉટર રીંગ રોડના કિસાન પથ પર ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે સામેથી આવતી રેતી ભરેલી ટ્રક સાથે ડબલ ડેકર બસ અથડાઈ હતી. પોલીસે તમામ ઘાયલોને બહાર કાઢ્યા છે અને તેમને જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે, જ્યાંથી લગભગ પાંચથી છ ગંભીર ઇજાગ્રસ્તોને લખનઉ ટ્રોમા સેન્ટર માટે રિફર કરવામાં આવ્યા છે.
CM યોગીએ વ્યક્ત કર્યું દુઃખ:
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં લોકોના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ આ અકસ્માતમાં ઘાયલ લોકોને યોગ્ય સારવાર આપવા અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ અને રાહત આપવા માટે સૂચનાઓ આપી છે.
બે લાખ રૂપિયાના વળતરની કરવામાં આવી જાહેરાત:
બીજી બાજુ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ બારાબંકી અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને બે -બે લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારે આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.