વિકેટકીપરે બેટ્સમેનને કર્યો એવી રીતે રનઆઉટ કે તમે કહેશો “આ તો ધોની કરતા પણ લાજવાબ છે”

બિગ બેશ લીગ 2020-21 (BBL 2020-21) ની 34 મી મેચમાં સિડની થંડરના બેટ્સમેન એલેક્સ રોસ દ્વારા તેને જે રીતે આઉટ કરવામાં આવ્યો હતો તે વિડીયો ખૂબ જ વાઈરલ થઇ રહ્યો છે. હકીકતમાં, સોશિયલ મીડિયા પર પર્થ સ્કોર્ચર્સના વિકેટકીપર જોશ ઈંગ્લિસનો આઉટ થતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં, સેમ બિલિંગ્સ જેસન બેહ્રેન્ડોર્ફની બાજુમાં શોટ મારીને 2 રન ઝડપી લેવા દોડી ગયો હતો, પરંતુ બોલરે સજાગતા બતાવું અને બોલને પકડવા દોડી ગયો અને વિકેટકીપરને થ્રો ફેંકી દીધો. અહીં બેટ્સમેન બિલિંગ્સે જોયું કે બોલર બોલને ઝડપી લેવાનો હતો અને આવી સ્થિતિમાં તેણે એલેક્સ રોસને ક્રીઝ પર પાછા ફરવાનું કહ્યું. પરંતુ ત્યાં સુધીમાં બોલરે વિકેટકિપરને બોલ મોકલી દીધો હતો. ‘કોમેડી ઓફ એરર્સ’ અહીં જોવા મળી હતી. નીચે જુઓ વિડીયો:

થ્રો ખોટી રીતે વિકેટકીપર પાસે આવ્યો, ત્યારબાદ વિકેટકીપર જોશ ઇંગ્લિસે બોલને ઝડપી પકડવાનો પ્રયાસ કર્યો અને સ્ટમ્પને જોયા વિના બોલને સ્ટમ્પ પર માર્યો. અહીં વિકેટકિપર નસીબદાર હતો કે બોલ સ્ટમ્પ પર ગયો અને એલેક્સ રોસ રન આઉટ થયો. રોસ કોઈ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો. રાહતની વાત એ રહી કે પર્થ સ્કોર્ચર્સની ટીમ આ મેચ 17 રને જીતવામાં સફળ રહી છે.

સેમ બિલિંગ્સે સિડની થંડર્સ માટે 83 રન બનાવ્યા હતા પરંતુ લક્ષ્ય સુધી પહોંચી શક્યા ન હતા. પ્રથમ બેટિંગ કરતા પર્થ સ્કોર્ચર્સ ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 185 રન બનાવ્યા, જ્યારે સિડનીની ટીમ 20 ઓવરમાં 168 રન જ બનાવી શકી. કોલિન મુનરોની સ્કોર્ચર્સ તરફથી 50 રનની ઇનિંગ્સ મહત્વપૂર્ણ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *