ગુજરાતમાં થશે લોકડાઉન? મુખ્યમંત્રી રૂપાણીએ કરી અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત

હાલમાં જયારે સમગ્ર દેશની સાથે-સાથે રાજ્યમાં પણ કોરોનાની સ્તીથી વણસતી જઈ રહી છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં જબરદસ્ત…

હાલમાં જયારે સમગ્ર દેશની સાથે-સાથે રાજ્યમાં પણ કોરોનાની સ્તીથી વણસતી જઈ રહી છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જેને ધ્યાનમાં લઈ રાજ્યના મહાનગરોમાં રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો કરીને રાત્રીના 10 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે ત્યારે CM રૂપાણીએ એક નિવેદન આપ્યું છે.

અમદાવાદ તથા  સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવ સમયની વચ્ચે CM વિજય રૂપાણીએ શનિવારે ફરીથી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ લોકડાઉન લાગું થવાનું નથી. દિવસ દરમિયાન કોઈ કર્ફ્યૂ પણ અમલ કરવામાં આવશે નહીં.

આની સાથે જ જણાવી દઈએ કે, લોકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. આની સાથે-સાથે સાવચેતી રાખવાની ખુબ જરૂર રહેલી છે. ગુજરાતની બહારથી આવતા તમામ લોકોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. ભાજપે પણ તમામ કાર્યક્રમો સ્થગિત કર્યા છે.

2 દિવસ અગાઉ પણ CM રૂપાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. સરકારે 8 મહાનગર પાલિકાઓમાં સ્કૂલ તથા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને કારણે 10 એપ્રિલ સુધી સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.

અમદાવાદમાં 344 નવા કોરોનાના કેસ :
​​​​​​​કોર્પોરેશનની ચૂંટણી તથા ક્રિકેટ મેચના આયોજન પછી ઉત્તરોત્તર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા શુક્રવારે 24 કલાકમાં શહેર તથા સમગ્ર જિલ્લામાં 344 નવા કેસ તેમજ 260 દર્દી સાજા થયા હતા. જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં 1 દર્દીના મોતની સાથે મૃત્યુઆંક 2,329 પર પહોંચી ગયો છે. 5 મહિના એટલે કે 10 નવેમ્બર બાદ પહેલીવખત શહેર તથા જિલ્લામાં કોરોનાના નવા કેસનો આંકડો 340 આસપાસ પહોંચી ગયો છે. અગાઉ 344 કેસ નોંધાયા હતા.

કોરોના સંક્રમણને પગલે જવાબદારી સોંપાઈ
​​​​​​​
રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તથા સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન વિશે 4 વરિષ્ઠ સચિવોને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ(તેઓ આ કામગીરી લાંબા સમયથી કરી રહ્યા છે), શિક્ષણ સચિવ વિનોદ રાવ તથા નાણા સચિવ (ખર્ચ) મિલીન્દ તોરવણેને વડોદરા તથા ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ તથા GIDC મેંનેજિંગ ડિરેકટર એન. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપી દેવામાં આવિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *