ગોધરા તાલુકાનાં સંતરામપુરમાં એક ડૉક્ટર તેમજ પોલીસમાં બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી થયા પછી ડૉક્ટર તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થઇ ગયું હતું. ઘર્ષણમાં પોલીસ દ્વારા ડૉક્ટરને ડંડાથી માર મારવામાં આવ્યો હતો. આ આખા બનાવનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હતા. પોલીસ દ્વારા ડૉકટરને માર મારવામાં આવ્યો હોવાનાં લીધે આખા મામલે જિલ્લા પોલીસવડાએ તપાસનાં આદેશ આપ્યા હતા.
આખા બાબતે તપાસ કરતા પોલીસનો વાંક હોવાનાં લીધે પોલીસવડા દ્વારા 10 પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. એમાં 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે તેમજ 2 પોલીસ કર્મચારીઓની બીજા સ્થળે બદલી કરી છે. રિપોર્ટ મુજબ આ ગોધરાનાં સંતરામપુર નગરમાં આવેલા સુરેખા હોસ્પિટલની બાજુમાં એક ખાડો ખોદ્યો હતો. આ ખાડા બાબતે થયેલી તકરારમાં સંતરામપુર પોલીસ સ્ટેશનનાં PI તેમજ ટ્રાફિકનાં જમાદાર સહિતનાં પોલીસ કર્મચારીઓ સુરેખા હોસ્પિટલ નજીક પહોંચી ગયા હતા.
ખાડા બાબતે પોલીસ તેમજ હોસ્પિટલનાં ડૉક્ટર વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. એ પછી આ બોલાચાલીની બાબતે વધુ ઉગ્ર થયો હતો તેમજ ઉગ્ર બનેલી પોલીસ દ્વારા ડૉક્ટર પર ડંડાનો વરસાદ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ડૉક્ટરને ડંડાથી માર મારવામાં આવ્યો હોવા અંગેનો વીડિયો કોઈ વ્યક્તિ ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. આ સિવાય હોસ્પિટલ પાસે લગાવવામાં આવેલ CCTV કેમેરામાં પણ પોલીસ દ્વારા ડૉક્ટરને માર મારવામાં આવ્યો હોવાની ઘટના કેદ થયો હતો.
એમાં પોલીસનાં મારથી બચવા માટે ડૉક્ટર આમ-તેમ ભાગતાં હોય તેવું દેખાયું છે. આ બનાવમાં પોલીસ દ્વારા ડૉક્ટરની પીઠ પર ડંડા મારવામાં આવ્યા હતા. તેથી ડૉક્ટરને પીઠનાં ભાગ પર ઈજા થઈ હતી તેમજ એનાં નિશાન પણ પીઠ પર પડી ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈને મહીસાગરનાં DySP સંતરામપુર પોલીસ સ્ટેશને ગયા હતા તેમજ એમને સુરેખા હોસ્પિટલનાં ભોગ બનવામાં આવેલા ડૉક્ટરની મુલાકાત લેવામાં આવી હતી. એ પછી આખા મામલે તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા.
તપાસમાં પોલીસની બેદરકારી સામે આવતા મહીસાગર જિલ્લા પોલીસવડાએ 10 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં સંતરામપુર પોલીસ સ્ટેશનનાં PI એ.ટી. પટેલ તેમજ ટ્રાફિક જમાદાર વીરા માછીની બદલી કરી છે. આ સિવાય પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહ, રાજપાલસિંહ, રાહુલકુમાર, નરેન્દ્રકુમાર, જયવીરસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ શંભુને સસ્પેન્ડ કર્યા છે. તેની સાથે જ જીતેન્દ્રસિંહ તેમજ રાજેન્દ્રસિંહ નામનાં 2 TRBનાં જવાનોને ફરજ મુક્ત કર્યા છે. દસ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ રેન્જ IGએ તરત જ કાર્યવાહી કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle