હાલ લગ્નગાળો શરૂ છે, ત્યારે દરરોજ કેટલાય યુવક-યુવતી લગ્નજીવનની નવી શરૂઆત કરી રહ્યા છે. સામાન્યતઃ હાલના સમયમાં લગ્નનાં ઘણાં વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે આવો જ એક સુંદર વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. એક દુલ્હને તેના લગ્નમાં, પરિવારજનો અને સંબંધીઓને સામે એવો ડાન્સ કર્યો હતો કે, જોનારાની આંખો ફાટીને ફાટી રહી ગઈ હતી.
લગ્નમાં લોકો ધામધૂમથી ખર્ચો કરીને, બહારથી મોટા મોટા ઇવેન્ટ કરાવતી ટીમોના બોલાવે છે. અને ડાન્સ સાથે ભવ્યાતિભવ્ય લગ્ન પ્રસંગ યોજે છે. હાલ આવા જ એક લગ્નના વિડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. દુલ્હનનો ડાન્સ કરતો એક સુંદર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. લોકોએ દુલ્હનનો ડાન્સ જોઈને તેની ખૂબ પ્રશંસા કરી હતી અને બીજા લોકોને વીડિયો શેર પણ કર્યો હતો.
વીડિયોમાં એક દુલ્હન ડાન્સ કરતી જોવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં ‘ઇશારે તેરે..’ ગીત વાગી રહ્યું છે. શરૂઆતમાં આ દુલ્હન શરમાય છે પરંતુ તેનું મનગમતું ગીત વાગતા જ દુલ્હન ડાન્સ કરવા લાગે છે. અને એવા ડાન્સ સ્ટેપ કરે છે કે, જોનારાઓ ચોંકી ઊઠે છે. પોતાની પત્નીને ડાન્સ કરતા જોઈ, પતિ પણ દુલ્હન સાથે ડાન્સ કરવા લાગે છે. પરંતુ દુલ્હન જેવો ડાન્સ દુલ્હો કરી શકતો નથી.
હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડિયો જોઈ લીધો છે અને પસંદ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.