જે પોલીસ સ્ટેશનમાં પિતા છે કોન્સ્ટેબલ,તે જ પોલીસ સ્ટેશનમાં પુત્ર બન્યો એસપી, હવે પિતા પણ પુત્રને કરશે સલામ

એવું કહેવામાં આવે છે ને કે, કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી. એવી જ એક ઘટના યુપીના લખનઉ માંથી સામે આવી છે.

યુપીના લખનઉમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પિતા પોતાના જ પુત્રને સલામ કરતા જોવા મળશે, હા, તમે સત્ય સાંભળ્યું છે. એક પિતા તેના પુત્રને સલામ કરતા જોવા મળશે કારણ કે, તેનો પુત્ર હવે તે જ પોલીસ સ્ટેશનમાં એસપી બન્યો છે જ્યાં પિતા કોન્સ્ટેબલ છે, જનાર્દનસિંહનો પુત્ર અનુપ સિંહ હવે લખનઉના વિભૂતિ ખાંડ પોલીસ સ્ટેશનમાં એસપી બન્યો છે.

જ્યારે જનાર્દનસિંઘને જાણ થઈ કે, તેનો પુત્ર અનૂપસિંહ તે જ પોલીસ સ્ટેશનમાં એસપી રહેશે, જેમાં તે કોન્સ્ટેબલ છે, ત્યારે તેને ખુશીનો પાર રહ્યો નહીં.

જનાર્દનસિંઘએ કહે છે કે, તેનો પુત્ર ખૂબ પ્રામાણિક છે અને જ્યારે તે અભ્યાસ કરતો હતો ત્યારે તેને યુનિવર્સિટીમાં ખૂબ સારા નંબર મળ્યા હતા અને જ્યારે તેને શિષ્યવૃત્તિ મળી ત્યારે તેણે તે પૈસા ખર્ચ કર્યા ન હતા અને તેણે બધા પૈસા ઘરે મોકલી દીધા હતા.

જનાર્દનસિંહે જણાવ્યું હતું કે, તેઓ ગોમતીનગર સ્થિત તેમના ઘરે પરિવાર સાથે રહેશે. પુત્ર એક અધિકારી છે, તેથી તે તેના સરકારી નિવાસમાં રહેશે. આ ઉપરાંત જનાર્દનસિંહે કહ્યું હતું કે, તેઓ તેમના પુત્રને ઓન ડ્યુટી સેલ્યુટ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *