ગુજરાત: ગુજરાત (Gujarat) ના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel) ની પસંદગી થોડા દિવસ અગાઉ જ થઈ છે ત્યારે મંત્રીમંડળને ખાતાંની ફાળવણી કર દેવામાં આવી છે. હવે આગામી બે ત્રણ દિવસ બાદ શ્રાદ્ધ બેસતા હોવાને લીધે મંત્રીઓએ આજથી જ ચાર્જ સંભાળી લીધો છે. ગાંધીનગર (Gandhinagar) માં આવેલ સ્વર્ણિમ સંકુલમાં ચાર્જ સંભાળ્યો છે.
જેમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, રાજ્યકક્ષાના શ્રમ તથા રોજગારમંત્રી બ્રિજેશ મેરજા તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલનો સમાંવ્ર્ષ થાય છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના આશીર્વાદ લીધા હતા તેમજ તેમણે તેમને ભગવાન ગણેશની મૂર્તિ તથા પેન ભેટમાં આપવામાં આવી હતી.
નીતિન પટેલ માટે બનાવેલી ચેમ્બર હવે રાજેન્દ્ર ત્રિવેદી પાસે:
નવા મંત્રીમંડળની રચનાની સાથે હવે સ્વર્ણિમ સંકુલમાં પાવર સેન્ટર બદલાઈ ગયાં છે. જૂના મંત્રીઓએ ખાલી કરેલ ચેમ્બર નવા મંત્રીઓને ફાળવવાના વિધિવત્ આદેશ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી બન્યા પછી નીતિન પટેલ માટે સ્વર્ણિમ સંકુલના બીજા માળે બનાવવામાં આવેલ આલીશાન ચેમ્બર હવે રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવી દેવામાં આવી છે.
સ્વર્ણિમ સંકુલ-1ના બીજા માળ પર નીતિન પટેલના સ્ટાફની ચેમ્બર હવે જિતુ વાઘાણીને તેમજ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ચેમ્બર કૃષિમંત્રી રાઘવજી પટેલને ફાળવી દેવામાં આવી છે. પહેલા નીતિન પટેલ હસ્તક 2 ચેમ્બર હોવાથી 2 કેબિનેટ મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-2માં ચેમ્બર આપવામાં આવી હતી.
હવે તમામ 10 કેબિનેટ મંત્રીનો સમાવેશ સ્વર્ણિમ સંકુલ-1માં કરી દેવામાં આવ્યો છે. સ્વર્ણિમ સંકુલ-2માં પાવર સેન્ટર ત્રીજા માળ પર આવેલ પ્રદીપસિંહ જાડેજાની ચેમ્બર હવે રાજ્યકક્ષાના મંત્રી આર.સી.મકવાણાને આપી દેવામાં આવી છે, જ્યારે નવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને સ્વર્ણિમ સંકુલ-2ના પ્રથમ માળ પર આવેલ ચેમ્બર-1 આપી દેવામાં આવી છે કે, જ્યાં રૂપાણી સરકારના કુંવરજી બાવળિયા બેસતા હતા.
15 નવેમ્બર સુધીમાં મંત્રીઓના PA,PSની કામચલાઉ નિમણૂંક થઈ:
સમગ્ર રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે નવા મંત્રીના કાર્યાલયમાં અંગત સચિવની કામગીરી માટે સેક્શન અધિકારી તેમજ અંગત મદદનીશની કામગીરી માટે નાયબ સેક્શન અધિકારીને 16 સપ્ટેમ્બર વર્ષ 2021થી લઈને 15 નવેમ્બર 2021 સુધીમાં 2 માસના નિશ્ચિત સમયગાળા માટે કામચલાઉ સ્ટાફ તરીકે નિમણૂંક કરી દેવામાં આવી છે.
અધિકારીઓ માટે પણ નો રિપીટ થિયરી:
પહેલા પણ રૂપાણી સરકારના મંત્રીઓને PA, PS રહી ચૂકેલ અધિકારીઓ માટે પણ નો રિપીટની થિયરી અપનાવવામાં આવી છે તેમજ નવા જ અધિકારીઓની નિમણૂંક કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં મંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા જે કોઈ અધિકારીની છબી ખરડાઈ હશે તેમને રિપીટ ન કરાય.
આની સાથે જ ધારાસભ્ય તથા કાર્યકરોનું માન ન જાળવ્યું હોય તેવા PA, PSને પણ રિપીટ કરવામાં ન આવે. આની ઉપરાંત ભૂતપૂર્વ PA, PSને રિપીટ કરવા હશે તો મુખ્યમંત્રીની પૂર્વ પરવાનગી લેવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.