શ્રાવણ માસમાં ભાગ્ય ચમકાવશે બીલીપત્રના આ સરળ ઉપાય, બસ કરો આ કામ.

શ્રાવણનો મહીનો ભગવાન શિવને સમર્પિત હોય છે. આ આખો મહીનો ભક્તો દેશના તમામ શિવમંદિરોમાં ભગવાન શિવની પૂજા કરવા માટે ભારી સંખ્યામાં ઉમટે છે. લોકો હરિદ્વાર સહિત ઘણા તીર્થ સ્થળોથી ગંગાનું પવિત્ર જળ લાવીને શિવનો અભિષેક કરે છે અને તેમની આરાધના કરે છે.

આમ તો શિવભક્ત ભસ્મ અને ભાંગ સહિત વિભિન્ન પ્રકારની પૂજા સામગ્રી ચઢાવી શિવજીને પ્રસન્ન કરવાની પ્રયાસ કરે છે પરંતુ શિવપુરાણમાં બીલી પત્રનું મહત્વ વિશે બતાવામાં આવ્યું છે કે તેને ચઢાવવાથી ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અહીં જાણીએ કે બીલીપત્રનું શું મહત્વ હોય છે અને બીલીપત્ર ચઢાવવાથી ભોળાશંકર કેમ પ્રશન્ન થાય છે.

બીલીપત્રનું મહત્વ

શિવપુરાણ અનુસાર ત્રણેય લોકોમાં આવેલા તમામ પુણ્ય તીર્થ બીલીપત્રના મૂળ ભાગમાં નિવાસ કરે છે. આ કારણ છે કે પૃથ્વી પર બીલીપત્રનું ખુબ જ અધિક ધાર્મિક મહત્વ છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ બીલીપત્રના પવિત્ર મૂળથી પોતાના માથા પર જળ લગાવે છે તેને ત્રણેય લોકમાં સ્થિત તમામ તીર્થના સ્નાન બરાબર ફળની પ્રાપ્તિ થાય છે. અને તેના જીવનની તમામ મુશ્કેલીઓ દુર થાય છે. બીલીપત્ર સાથે શિવને પ્રસાદ ચઢાવવાથી પણ અસીમ કૃપાની પ્રાપ્તી થાય છે.

શિવને બીલીપત્ર ચઢાવવાથી મળે છે આ લાભ.

બીલીપત્રથી ભગવાન શિવની પૂજા કરવી ખુબ જ ફળદાયી હોય છે. બીલીપત્રને પવિત્ર માનવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે બીલીપત્ર અર્પિત કરવા પર ભોલેનાથ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત બીલીપત્રના ઝાડ નીચે દીપ રાખવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

આર્થિક મુશ્કેલી અને દરિદ્રતા દુર કરવા માટે કરો આ ઉપાય.

પૌરાણિક ગ્રંથો અનુસાર જે વ્યક્તિ બીલીપત્રની સાથે ધતૂરાના ફૂલ શિવને અર્પિત કરે છે તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. શિવ ભક્તોને ભોજન કરાવતા સમયે થાળીની પાસે બીલીપત્ર રાખવાથી વ્યક્તિ ઘણા જન્મોના પાપથી મુક્ત થઇ જાય છે.

ઉપરાંત બીલીપત્રથી ખીર ઉઠાવી પ્રસાદ સ્વરૂપે વંહેચવાથી આર્થિક મુશ્કેલી અને દરિદ્રતા દૂર થાય છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો અન્ય પૂજા સામગ્રીની સાથે શિવને બીલીપત્ર અર્પિત કરે છે. તથા પૂર્ણ શ્રદ્ધાથી તેમની આરાધના કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *