સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભગવાન શિવને ભક્તો મનોકામના પુરી થતા વર્ષમાં એક વાર જીવતા કરચલા(crab) ચડાવે છે અને આજના દિવસે સ્મશાન ઘાટ પર મૃત્ય પામનારના પરિવારજનો મરણ જનારની ઈચ્છા મુજબ તેની મનગમતી ખાવાની અને પીવાની વસ્તુ અર્પણ કરે છે જેથી તેની આત્માને શાંતિ મળે.
જાણવા મળ્યું છે કે, સુરતમાં આજના રોજ રૂંધનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ફૂલ હારની જગ્યા પર જીવતા કરચલા ચડાવામાં આવે છે. રૂંધનાથ મહાદેવ નામના આ મંદિરે લોકો દર્શન કરવા આવતા હોય છે જે શારીરિક રૂપથી કોઈને કોઈ બીમારીથી પીડિત હોય છે.
શિવલિગ પર કરચલા એવા લોકો ચડાવતા હોય છે જેમની માનતાઓ પુરી થઇ હોય અને કેટલાક ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના પુરી થાય તેની મનત માંગવા આવતા હોય છે. મંદિરોમાં ફુલહાર ચડતા જોયા હશે પણ જીવતા કરચલા ચડતા તમે પહેલી વાર જોયા હશે અને આ મંદિર ખાસ દેશનું પહેલું મંદિર હશે જેમાં ભગવાનને ખુશ કરવા જીવતા કરચલા ચડાવવામાં આવે છે.
હવે આ ભક્તોની શ્રધ્ધા કે પછી અંધશ્રધ્ધા તેનો અંદાજ તમે લોકો લગાવી શકશો. સુરતના આ રૂંધનાથ શિવ મંદિર કરચલા ચઢાવાની પરંપરા વર્ષો જૂની છે. પણ કરચલા ચડાવવી પોતાની મનોકામના ભગવાન પાસે પુરી કરાવા પાછળ એક કથા છે. આ મંદિરમાં ભગવાન રામે પોતાના વનવાસ દરમિયાન શિવજી આરાધના કરી હતી. ત્યારથી આ મંદિરનું અસ્તિત્વ છે.
કહેવામાં આવે છે કે, આદિકાળ મંદિરની જગ્યા પર સમુદ્ર વહેતો હતો તે સમયે એક એવી ઘટના બની હતી ત્યારથી આજસુધી કરચલા ચઢાવાની માનતા ચાલી આવી છે. તો આજ મંદિરની નજીક આવેલ રામઘેલા નામના સ્મશાન ઘાટમાં મુત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમની ચિતાની અંતિમ ક્રિયા કરે છે. તેઓ અહી આવીને પૂજા પાઠ કરે છે અને મૃતકની પસંદગીવાળી વસ્તુ પણ અર્પણ કરે છે.
મરણ જનાર વ્યક્તિ બીડી સિગરેટ દારૂ પીવાનો શોખીન હોય કે પછી ખાવાની કોઈ વસ્તુનો શોખીન હોય તો મૃતકના પરિવાર જાણો સ્મશાન ઘાટ પર આવીને અર્પણ કરતા હોય છે લોકોની માન્યતા એ છે કે આજના દિવસે મૃતકની પસંદની વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે.
જોકે, મંદિરમાં કરચલા કેમ ચઢાવવામાં આવે છે તેના વિશે પૂજારીએ જણાવ્યું કે લોકો આજના દિવસે કાનમાં રસી થઈ ગયા હોય તો કરચલા ચઢાવવાની માનતા રાખે છે જ્યારે કોઈને રસી મટી પણ ગઈ હોય તો પણ તેઓ આજે કરચલા ચઢાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.