ખુલ્લા પગે ચાલવાથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સહિતની બીમારી રહે છે દૂર, થાય છે આટલા ફાયદા

જૂના જમાનામાં લોકો પગરખા વગર જ ચાલતા હતા પરંતુ જેમ જેમ સમય ગયો તેમ લોકો જૂતા અને ચપ્પલ પહેરવાનું શરુ કર્યું છે. સામાન્ય રીતે ફૂટવેરનો…

જૂના જમાનામાં લોકો પગરખા વગર જ ચાલતા હતા પરંતુ જેમ જેમ સમય ગયો તેમ લોકો જૂતા અને ચપ્પલ પહેરવાનું શરુ કર્યું છે. સામાન્ય રીતે ફૂટવેરનો ઉપયોગ ચાલતી વખતે ગંદકી અથવા ઈજા ન પહોચે તે માટે થતો હોય છે. જો તમે ઘાસના મેદાન અથવા ચોખ્ખી જમીન પર ચાલતા હોવ તો તેની જરૂર હોતી નથી. ખુલ્લા પગે ચાલવાથી ઘણા શારીરિક ફાયદા થાય છે.

આપણી જીવનશૈલી જ આપણા શરીરની મોટાભાગની સમસ્યાનું મૂળ છે. બેઠાડુ જીવન અને આહાર પદ્ધતિમાં બેદરકારીના કારણે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને પેટની બીમારીઓ થતી હોય છે. એટલું જ નહીં, ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. આખો દિવસ એક જ સ્થળે બેસી રહેવાથી પગમાં સોજો પણ આવી શકે છે અને શરીરમાં રક્તનો પ્રવાહ પણ ખોરવાય જાય છે. જેને કારણે ચાલવું ખૂબ જ જરૂરી છે.

તમે આખો દિવસ તમારા પગમાં પગરખાં અથવા ચંપલ પહેરી રાખો છો. આવી સ્થિતિમાં ખુલ્લા પગે ચાલવાથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને રક્ત પરિભ્રમણ પણ સારું થાય છે. જે થાક અને દુ:ખાવો દૂર કરવામાં મદદ કરે છે. તેમજ ઘૂંટણના દુ:ખાવાનો અને ડાયાબિટીસના દર્દીઓને પણ દુઃખાવામાં રાહત આપે છે. બ્લડ સુગર પણ ચાલવાથી કંટ્રોલમાં રહે છે.

એનર્જી લેવલમાં પણ ખુલ્લા પગે ચાલવાથી વધારો થાય છે. આ સાથે સ્ટ્રેસ, સાંધાનો દુ:ખાવો, ઊંઘ ન આવવી, કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ, આર્થરાઈટીસ, અસ્થમા, ઓસ્ટીયોપોરોસિસની સમસ્યાઓ પણ દૂર કરે છે. એટલું જ નહીં, હાડકા નબળા પડી ગયા હોય તેવા બનાવમાં પણ ચાલવું ખૂબ ફાયદોકારક સાબિત થાય છે. સતત ચાલવાથી હાડકામાં કેલ્શિયમ વધે છે.

ઉઘાડા પગે ચાલતી વખતે તમારા અંગૂઠાનો નીચેનો ભાગ પૃથ્વી સાથે સીધો સંપર્કમાં આવે છે. જેના એક્યુપ્રેશરના કારણે શરીરના બધા ભાગોની કસરત થાય છે અને ઘણા રોગોથી છુટકારો મળે છે. ચાલતી વખતે પડતા દબાણને કારણે આંખો હંમેશા ફિટ રહે છે અને તેની રોશનીમાં પણ વધારો થાય છે. ચાલવું શરીરની નર્વસ સિસ્ટમ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. પગરખાં પહેરીને ચાલવાથી સ્નાયુઓ સક્રિય  થતા નથી. તે તમામ સ્નાયુઓ ખુલ્લા પગે ચાલવાથી સક્રિય થાય છે. જેના કારણે બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *