50 સેકન્ડમાં જ BMW કારમાંથી 14 લાખ રૂપિયા ચોરીને થયો ફરાર- સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ થયા વાઈરલ

14 lakh rupees Robbery in Karnataka: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પાર્ક કરેલી BMW કારમાંથી લગભગ 14 લાખ રૂપિયાની રોકડની ચોરીનો મામલો સામે આવ્યો છે. આ ઘટના નજીકમાં…

14 lakh rupees Robbery in Karnataka: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પાર્ક કરેલી BMW કારમાંથી લગભગ 14 લાખ રૂપિયાની રોકડની ચોરીનો મામલો સામે આવ્યો છે. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. પોલીસે કહ્યું છે કે ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે, તપાસ ચાલી રહી છે.

જો કે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે યુવકો બાઇક પર આવ્યા હતા અને કાર પાસે બાઇક રોકી હતી. આ પછી એક યુવક કારનો કાચ તોડી અંદર ઘૂસ્યો હતો અને રોકડ લઈને ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, CCTV ફૂટેજમાં BMW X5 કાર પાસે બે માસ્ક પહેરેલા માણસો દેખાય છે. કારની કિંમત એક કરોડથી વધુ હોવાનું કહેવાય છે. બંને વ્યક્તિઓ સ્પષ્ટપણે ઓળખ ટાળવા માસ્ક પહેરેલા જોવા મળે છે. એક બાઇક પર છે અને બીજો અહીં-તહીં જોતો જોવા મળે છે. પછી તે કાચ તોડવા માટે સાધનનો ઉપયોગ કરે છે. પછી તે માણસ બારીમાંથી એટલી હદે અંદર જાય છે કે તેના માત્ર પગ જ દેખાય રહ્યા છે.

દરમિયાન, તેનો સાથી રાહ જુએ છે અને જોવે છે. તે માણસ તરત જ હાથમાં પેકેટ લઈને બહાર આવે છે. તે બાઇક પર બેસે છે અને બંને સ્થળ પરથી ભાગી જાય છે. ચોરીનો ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BMW કાર બેંગલુરુના આનેકલ તાલુકાના રહેવાસી મોહન બાબુની હોવાનું કહેવાય છે. આ ઘટના શુક્રવારે બની હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *