મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ એ કહ્યું કે તેમના ભાણેજ રતુલ પુરીના ધંધા સાથે તેમને કંઈ લેવાદેવા નથી. પુરીની 354 કરોડના બેંક ગોટાળા મામલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મંગળવારે સવારે ધરપકડ કરી છે. કમલનાથે મીડિયાને કહ્યું કે,’ મારો તેના વ્યવસાય સાથે કોઈ સંબંધ નથી. હું શેરધારક પણ નથી અને ડિરેક્ટર પણ નથી. મારા માટે આ ચોક્કસપણે દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહી દેખાઈ રહી છે. મને પૂરો ભરોસો છે કે કોર્ટે યોગ્ય નિર્ણય લેશે.’
જણાવી દઈએ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 354 કરોડના બેંગ્લોર ગોટાળાના આરોપમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ ના ભાણેજ રતુલ પુરી ની ધરપકડ કરવામાં આવી છે. એજન્સી સમક્ષ પ્રસ્તુત થયા બાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને મોડી રાત સુધી પકડી રાખવામાં આવ્યા છે.
મળતી ખબરો મુજબ એજન્સી અતુલ પૂરીને ધરપકડ કરીને પૂછપરછ કરવા ઈચ્છે છે, કારણકે પુરી તેમને તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. અધિકારીએ જણાવ્યું કે પૂરીને મંગળવારે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ 3600 કરોડ રૂપિયાના હેલિકોપ્ટર ગોટાળામાં પણ ‘હિન્દુસ્તાન પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ના ચેરમેન પુરીની પૂછપરછ કરી રહી છે. એક સ્થાનિક કોર્ટે તેમના વિરૂદ્ધ વોરંટ પણ જાહેર કર્યો હતો. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દલીલ કરી છે કે પૂરી સબૂતો સાથે છેડછાડ કરી શકે છે અને સાક્ષીઓને પણ ફોસલાવી શકે છે. તેઓ પહેલા પણ કરી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.