ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી(Assembly Election 2022)માં પાર્ટીના કાર્યકરો પોતાના આગેવાનને ટિકિટની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે ટિકિટ માંગતા કાર્યકરો પર ભરૂચ(Bharuch) ભાજપ(BJP)ના સાંસદ મનસુખ વસાવા(Mansukh Vasava) દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. મનસુખ વસાવાએ રાજપીપળામાં જાહેર મંચ પરથી સાંસદ કાર્યકરો પર ગુસ્સે થઇ ગયા હતા. તેમણે મંચ પરથી જણાવતા કહ્યુ હતું કે, ટિકિટ આપવાનું પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવશે, કાર્યકરો દ્વારા નહી. પાર્ટીમાં જેને રહેવુ છે તે રહી શકે છે, બાકીના જઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદાના રાજપીપળામાં ગૌરવ યાત્રા દરમિયાન સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મનસુખ વસાવાએ જાહેર સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે ઉમેદવારોના સમર્થકોને આડેહાથ લીધા હતા. તેમણે જણાવતા કહ્યું કે, આ પાર્ટી માટે અમે તેલ રેડ્યુ છે. કોંગ્રેસે અમારા માથા ફોડ્યા હતા. ભાજપ એ સંસ્કાર વાળી પાર્ટી છે, તેથી જેને પાર્ટીમાં રહેવું હોય તે રહે, બાકીના લોકો જઈ શકે છે. હું સાચુ બોલનાર વ્યક્તિ છું, જેને ખોટુ લાગે તે લાગે મને તેનાથી કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી.
મનસુખ વસાવા એમ પણ કહ્યું હતું કે, ટિકિટ આપવાનું પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવશે, કાર્યકરો દ્વારા નહિ. પાર્ટીમાં જેને રહેવુ હોય તે રહો, બાકીના જઈ શકે છે. એટલે કે, કાર્યકરોને નહી ચલાવી લેવામાં આવે. કોંગ્રેસ, BTP અથવા AAP સામે લડી રહ્યા નથી અને ભાજપ શિસ્તનું પાલન કરનાર પાર્ટી છે, આ ચલાવી લેવામાં આવશે નહી. ભાજપ મૂલ્ય આધારિત પાર્ટી છે,અન્ય પાર્ટી જેમ ચાલતુ નથી. ખોટા લોકો પાર્ટીને નુકસાન કરે તે ચાલશે નહી. ઝઘડિયા, નાંદોદ અને ડેડિયાપાડ ત્રણેય બેઠક પર આપણે જીતવાનું છે.
દુકાન ગુજરાતમાં ચાલવાની નથી: હર્ષદ વસાવા
ગૌરવ યાત્રા સાથે રહેલા આદિજાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વસાવાએ જણાવતા કહ્યું હતું કે, જે લોકોની દુકાન નથી અને માલ વેચવા બેઠા છે એમની કોઈ દુકાન ગુજરાતમાં ચાલવાની નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.