હાલમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં ભરૂચ તાલુકાના નબીપુર ગામે ગઈકાલે એક 3 વર્ષનો બાળક જેનું નામ મહમદ જેટ સિદ્દી છે, તે પોતાના ઘરની નજીક રમી રહ્યો હતો. આ દરમિયાન રસ્તે રખડતા 3 થી 4 કૂતરાઓએ બાળક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને બાળકને આશરે 50 મીટર જેટલું દૂર ખેંચી ગયા હતા. આ દરમિયાન બાળકના પેટના ભાગે તથા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. શબે બરાતની ઇદના દિવસે મૃતક બાળકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બાળકના પેટના ભાગે ગંભીર ઇજાઓના કારણે પેટમાંથી આંતરડા પણ બહાર નીકળી ગયા હતા. જ્યારે બાળકની માતાને ખબર પડી ત્યારે તેઓ પોતાના દીકરાને બચાવવા દોડ્યા પરંતુ ત્યાં સુધીમાં તો કૂતરાઓએ પોતાનું કામ તમામ કરી દીધું હતું.
મૂળ રતનપુર ગામે આવેલ બાવાગોરની દરગાહથી વર્ષો પહેલા નબીપુર આવીને વસેલા પરિવારને સ્થાનિકો રખેવાળ પણ કહે છે. ગામ લોકો રાજીખુશી 100-200 રૂપિયા, જમવાનું, સદકો, જકાત અથવા અનાજ આપે ત્યારે આ સિદ્દી બાદશાહ પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે. પવિત્ર રમઝાન મહિનામાં ગામમાં શહેરીના સમયે લોકોને જગાડવાની જહેમત ઉઠાવનાર પરિવારે રમઝાન પહેલા જ પોતાનો બાળક ગુમાવ્યો.
જોકે, નબીપુર ગામમાં આવેલ સ્ટેશન રોડ ઉપર દેડકાની ચાલમાં રહેતા આ પરિવારોને ફક્ત સ્ટેશન રોડના અમુક પરિવારોનો સહકાર મળી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, મૃતકના પરિવારજનો મૂળ નબીપુર ગામના ન હોવાના કારણે તેઓને ગામનો સહકાર મળવો મુશ્કેલ થઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.