ગુજરાત(Gujarat): રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર ક્રિકેટના મેદાન પર બેટિંગ અને બોલિંગ કરતા કઈક નવા જ અંદાજમાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, 20 માર્ચના રોજ 2023ના સોમવારે અમદાવાદના કોબા ખાતે એક ખાનગી સ્ટેડિયમમાં સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગની શરૂઆત કરવામાં આવી હતી. આ MLA લીગની શરૂઆત કરાવતા ભૂપેન્દ્ર પટેલ દ્વારા ક્રિકેટના મેદાન પર પોતાના જ અંદાજમાં બેટિંગ કરતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અમદાવાદના SGVP ગુરુકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેદાન પર ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે, ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની વિવિધ ટીમો સાથે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20, 27 અને 28 માર્ચના આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ લીગમાં 10 ટીમ વચ્ચે ટૂર્નામેન્ટ રમાશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં જ ગુજરાતના ધારાસભ્યો ક્રિકેટ મેચ રમવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આ ટૂર્નામેન્ટની શરૂઆત કરાવવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ બેટિંગ પછી બોલિંગ કરીને આ મેચની શરૂઆત કરાવી હતી. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેટિંગ અને બોલિંગ કરતા નજરે ચડ્યા હતા. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોલિંગ કરવામાં આવી હતી.
Swarnim Gujarat – MLA Cricket League 2022-2023
https://t.co/v9yJx30a81— Harsh Sanghavi (@sanghaviharsh) March 20, 2023
જણાવી દઈએ કે, આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સાબરમતી, નર્મદા, સરસ્વતી, તાપી, વિશ્વામિત્રી, મહીસાગર, બનાસ, ભાદરની ટીમો વચ્ચે મેચ રમાવવા જઈ રહી છે. ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાબરમતી ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. સાથે જ સાબરમતી ટીમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમતા જોવા મળશે. તેમજ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને નર્મદાની ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે, તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાર્દિક પટેલની ટીમમાં રમતા જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.