ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)માં ભાજપની ભવ્ય જીત બાદ નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે બપોરે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના કેબિનેટ મંત્રીમંડળ સહિત રાજીનામું આપ્યું છે. નવા મંત્રીમંડળની નિમણૂંકને લઈને રાજીનામું સોંપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે.
હાલમાં દરેક લોકો માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ હશે, પરંતુ સૂત્રોનું માનવું છે કે, જ્યારે આ વખતે 150 થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીને મળી છે ત્યારે સરકારનું વજન અને જવાબદારીઓ ખૂબ જ વધી ગઈ છે.
સૂત્રોનું માનવું છે કે, નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હોય તેની સંભાવના ખુબ ઓછી જણાઈ રહી છે. કારણ કે આટલી મોટી જંગી બહુમત હોય ત્યારે ભૂલ થવાની સંભાવના પણ રહેલી છે, આટલા મોટા વહીવટી તંત્રમાં એક નાની ચૂક ભારે પડી શકે છે. આ વાત મોદી અને શાહ સારી રીતે સમજે છે. સૂત્રોનું કહેવું છે કે, આમ તો ભુપેન્દ્ર પટેલની કોઈ નબળાઈ નથી, પરંતુ તેમનો નેગેટિવ પોઇન્ટ પણ તેમની સજ્જનતા છે. આવી પરિસ્થિતિમાં અધિકારીઓ કબજો લઈ લે તેવી શક્યતાઓ વધારે રહેલી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ આ જ વાતનું ધ્યાન રાખ્યું હતું.
સુત્રોનું માનવું છે કે, ગુજરાતના આગામી મુખ્યમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બની શકે છે. કારણ કે, તેમના માટે પણ વિશેષ જવાબદારી છે અને તેઓ PM મોદીના અંગત પણ રહ્યા છે. હવે આવી સ્થિતિમાં કેન્દ્રમાંથી ખસેડવા કે નહિ ખસેડવા આ નિર્ણય પ્રધાનમંત્રી મોદી જ લેશે.
સુત્રોએ વધુમાં જણાવતા કહ્યું કે, જો આ પ્રમાણે ન થાય તો એવું પણ બની શકે કે, કેન્દ્રીયમંત્રી મંડળમાંથી કોઈને ગુજરાત મોકલી શકે છે. જેમ કે મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા.. તેમને પણ મુખ્યમંત્રીની જવાબદારી મળી શકે છે. પરંતુ તેની શક્યતા નહીવત જણાઈ રહી છે. સાથે જ હિંમતનગરથી ધારાસભ્ય બનેલા પ્રફુલ પટેલ ગૃહરાજ્ય મંત્રી પણ રહી ચુક્યા છે અને હાલ દીવ દમણ દાદરા નગર હવેલીના લેફ્ટનન્ટ ગવર્નર પણ છે. પ્રફુલ પટેલ પણ ગુજરાતના આગામી મુખ્યમંત્રી બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પરંતુ આગામી સમયમાં તમામ અટકળો પરથી પડદો ઉઠી જશે.
12 ડિસેમ્બરના રોજ નવી સરકારની થશે શપથવિધિ:
ભાજપની પ્રચંડ જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જીત પછી સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. જે બાદમાં 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અહી શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
અમે તમને જણાવી દઈએ કે, નવી સરકારની શપથવિધિ સંભવિત રીતે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાઇ શકે છે. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે અને શપથવિધિ સમારોહ યોજાશે.
વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.